
રિપોર્ટ – કોટડા ટાઇમ્સ પાઠક
૨૯/૧૨/૨૦૨૦
આદિવાસી સમાજ માં વર્ષો થી ચાલી આવતા કુરિવાજો ને ધ્યાન માં રાખીન એની નાબૂની બૈઠકો આયોજિત થાય છે. આવી જ બૈઠક ૨૭/૧૨/૨૦૨૦ ના રોજ દાંતા તાલુકા માં આવેલ બોરડિયાલા ગામ માં પણ આયોજિત થઈ.જેમા ગામલોકો,આગેવાન,યુવાનો,કર્મચારી વર્ગ સહુએ પોતાની હાજરી આપી હતી. આ મિંટિંગ દરમ્યાન આદિવાસી સમાજ ના કુરિવાજ પર રોક થાયે આ વિષય પર ચર્ચા થઈ હતી. સાથે સાથે આદિવાસી વિસ્તાર દાંતા,ખેડબ્રહ્મા અને પોશિના માટે બનાવવા માં આવેલ ભવન માટે પણ આ મિંટિંગ માં ચર્ચા કરી. આની સાથે આ ગામની એક કમેટી પણ બનાવી જે હવે સમાજ ના કુરિવાજ પર ધ્યાન આપશે.