દાંતા પંથક માં ખુલ્લે આમ ગેરકાયદેસર ધમધમી રહ્યા છે ઇંટવાડા

રિપોર્ટ-અલકા બુંબડિયા,(kotdatimes)
05/12/2020

દાંતા ના વસી,દિવડી,ધરેડા,કણબીયાવાસ તેમજ દાંતા તાલુકા ના બીજા અન્ય ગામો માં ખુલ્લે આમ ગેરકાયદેસર ઈટવાડા ધમધમી રહ્યા છે.
ત્યારે દાંતા માં જાગૃત યુવાનોએ પ્રદુષણ બચાવો ઈટવાડા હટાવો ના નારા સાથે આવેદનો આપ્યાં હતાં. તેમજ અનશન પર પણ બેઠા હતાં છતાંય તંત્ર દ્વારા આજદિવસ સુધી મગ નું નામ મરી પાડવામાં આવેલ નથી.દાંતા તાલુકાના ગામડાઓ માં વગર મજુરીએ ગેરકાયદેસર ઈટવાડા ધમધમી રહ્યા છે ત્યારે સરકાર ને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા હોય તેમ દાંતા તાલુકામાં એક પણ ઈટવાડા ના માલીકો કોઈપણ પ્રકારની મંજુરી વગર વર્ષો થી ઈટવાડા ઉત્પન્ન કરી ને સરકારની તિજોરી ની કરોડો ની રૉયલ્ટી ચોરી કરી રહ્યા છે તેમજ જંગલ માંથી લીલા લાકડ ની ચોરી તેમજ સરકારી જમીન માંથી હજારો ઘનફુટ માટી ની ચોરી કરી ખુલ્લે આમ સરકાર ને ચેલેન્જ આપી રહ્યા છે.છતાંય અધિકારીઓને આખો પરથી કાળા ચશ્મા ઉતરતા નથી અને મગ નું નામ મરી પાડવા વહીવટીતંત્ર તૈયાર નથી ત્યારે વહીવટીતંત્ર નું ભેદી મૌન નું રહસ્ય કયું છે.તે પણ એક ચર્ચા નો વિષય બનેલ છે.તેમજ આ પંથકમાં ઈંટો પકવવા માટે ઈટવાડામાં ઝેરી કેમિકલ્સ નો પણ ઊપયોગ કરાવવામાં આવી રહ્યો છે.જેનાથી ટ્રાયબલ વિસ્તારના જગલમાં વસવાટ કરતા પ્રાણીઓ માટે ખતરાની ઘટી રૂપ સાબિત થઈ રહ્યુ છે.આ ઝેરી કેમિકલ્સની અસર ગામમાં રહેતાં માનવ વસ્તી સુધી પહોંચે અને લોકો પણ ભયંકર બીમારીમાં સપડાય એ પહેલા આ ગેરકાયદેસર ઈટવાડા બંધ કરાવવા જરૂરી છે.તેવામાં આ કેમિકલ્સ એટલી હદે માનવજાત માટે ખતરનાક હોય છે કે કેન્સર જેવા જીવલેણ રોગો પણ તેમાંથી ઉત્પન્ન થઈ શકે છે.ત્યારે આ બાબતે દાંતાનાં જાગૃત નાગરીકો દ્વારા દાંતા તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં અરજી કરવામાં આવી હતી પરંતુ આ તાલુકા સ્વાગત કાર્યક્રમ માત્ર કાગળ પર જ નોંધાતો હોય તેમ આજદિન સુધી કોઈ નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવતો નથી જેથી યુવાનો દ્વારા તારીખ ૧૩/૬/૨૦૧૮ના રોજ પ્રતિક ઉપવાસ પણ બેઠેલા હતાં છતાં એ તંત્ર દ્વારા ઉપવાસ પર બેઠેલા યુવાનોને પોલીસ નો ડર બતાવીને પોલીસ ને બોલાવી ને આશ્વાસન આપી તાત્કાલિક ધોરણે આ ઈટવાડા બંધ કરવાનું આશ્વાસન આપી અનશન પર બેસવાની પરમીશન પણ આપવામાં આવી નહોતી.આ બાબતે યુવાનો દ્વારા વહીવટીતંત્ર ને પુછપરછ કરાતો યુવાનો ને માત્ર ધક્કા ખાવા ના વારા આવી રહ્યા છે.ત્યારે મામલતદાર શ્રી કહે છે કે તાલુકા વિકાસ અધિકાર ની જવાબદારી છે અને તાલુકા વિકાસ અધિકારી કહે છે કે આ સત્તા અમારી નથી સરકારના પરિપત્ર મુજબ મામલતદાર શ્રી ની જવાબદારીઓ આવે છે.આમ દાંતા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર વચ્ચે આ ઇંટમાફીયા ઓ સરકારી તિજોરી ને પણ ચુનો લગાડી રહ્યા છે.

*યુવાનો દ્વારા વહીવટીતંત્ર ને સણસણતા 5 સવાલો*

દાંતા તાલુકા માં એક પણ ઇંટવાડા ની કોઈ તંત્ર પાસે મંજુરી લેતા નથી તો કોની રહેમ નજરે આ ઇંટવાડા ધમધમી રહ્યા છે એ પણ એક ચર્ચા નો વિષય છે.
પ્રદુષણ એકતા ઇંટવાડા પર વહીવટીતંત્ર નું ભેદી મૌન નું કારણ ક્યું?.
શું તાલુકા સ્વાગત કાર્યક્રમ માત્ર કાગળ પર જ છે? નહી તો પછી કેમ કોઈ આજ દીન સુધી કાર્યવાહી કરાવવામાં નથી આવી.
આજદિન સુધી આ ગેરકાયદેસર ઇંટવાડા પર કેટલો દંડ વસુલ કરાવવામાં આવેલ છે?.નથી કરાવવામાં આવેલ તો સરકાર ની તિજોરીના નુકશાનની ભરપાઈ કોણ કરશે .
ક્યાર સુધી દાંતા મામલતદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી આ બાબતે હાથ અધ્ધર કરી યુવાનો ને ધક્કા ખવડાવતા રહેશે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

953 views