
24/11/2020 Kotdatimes
રિપોર્ટ: પ્રકાશ ડામોર
બનાસકાંઠાના દાંતા તાલુકા ના મામલતદાર સાહેબ તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરી દાંતા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવે છે.
વૈશ્વિક કોરોના મહામારી ના કારણે કોરોના કેસો હાલમાં બહુ ઝડપી વધી રહેલ છે.જેના કારણે મહામારીના સંક્રમણ ફેલાવાની શક્યતા વધી રહી છે.તો આ સમસ્યાના ઉકેલ માટે આપણે સૌને સંયુક્ત જવાબદારી હોય આપની હોટલ દુકાન સ્ટોર મોલમાં આવનાર ગ્રાહક માસ્ક પહેરીને આવે તેમજ સરકારશ્રીના ગાઇડલાઇન મુજબ સોશ્યલ ડીસ્ટન્સ જાળવી જોવાની જવાબદારી આપની અંગત છે.
આ ઉપરોક્ત આપની હોટલ દુકાન મોલમાં સેનેટાઈઝર ની વ્યવસ્થા કરવા અને આ વ્યવસ્થા સતત ઉપલબ્ધ રહે.
આ બાબતે સંબંધિત સત્તાધિકારી ની તપાસ દરમિયાન કોઇ નિષ્કાળજી માલુમ પડશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ એપેડમીક ડિસીઝ એક્ટ હેઠળ તેમજ ઇન્ડિયન પીનલ કોડની જોગવાઈઓ આપની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જેની અતિ ગંભીર નોંધ લેશો.