દાંતા રોડ પર મોટરસાઈકલ અને જીપ વચ્ચે ભારે અકસ્માત સર્જાયો

રિપોર્ટ-પ્રકાશ ડામોર(kotdatimes)
16/11/2020

દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં અવાર નવાર અકસ્માત સર્જાયાની ઘટના સામે આવતી હોય છે.ત્યારે આજે દિવાળી ના દિવસે પણ આવી ઘટના બને ત્યારે ખુબ દુ:ખની વાત કહી શકાય તેવામાં આજે સાંજે 5.30 ના સુમારે હડાદ તરફથી મોટરસાયકલ લઈને હાથીપગલા ગામના તરાલ શૈલેષભાઈ શાંતિભાઈ તેમના ઘર તરફ જઇ રહ્યાં હતા ત્યારે જ અચાનક દાંતા તરફથી પુરઝડપે જીપ આવતા મોટરસાઈકલ સાથે અથડાઇ જતાં ભારે અકસ્માત સર્જાયો હતો.ઘટનાની જાણકારી કોટડાટાઇમ્સના રિપોર્ટર દ્વારા લેવામાં આવી જેમાં જીપમાં બેઠેલા ખંઢોરઉબરી ના ગમાર રાકેશભાઈ રમેશભાઈ તેમજ તેમની પત્ની,દિકરીને ઇજાઓ થવા પામી હતી તેમજ રાકેશભાઈને પગનું ફ્રેકચર થતાં તેઓ અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલ સંજીવની હડાદ ખાતે સારવાર હેઠળ છે.
ત્યારે બીજી તરફ બાઇક ચાલક તરાલ શૈલેષભાઈ વધારે ઈજાગ્રસ્ત હોવાથી 108 અર્થે દાંતા હોસ્પિટલમાં સારવાર અંગે ખસેડવામાં આવ્યા છે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

954 views