
રિપોર્ટર: પ્રકાશ ડામોર (kotdatimes)
22/12/2020
બનાસકાંઠાના દાંતા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડાદ દવાખાના કોટની દીવાલ ની બાજુમાં ગટર આવેલી છે. અને તે ઘણા સમયથી ગંદુપાણી રસ્તાપર બહાર નીકળી રહ્યું છે.અને મોટા પ્રમાણમાં ગંદકીના કચરાના ઢગલા જોવા મળ્યા હતા. અને વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા આવી જ ઘટના હડાદ ના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પાછળ ગંદકીનો અંબાર જોવા મળ્યો હતો.પણ હજુ સુધી હડાદ ગ્રામ પંચાયત તરફથી કોઇ સફાઇ કરવામાં આવેલ નથી. અને હવે આ આરોગ્ય કેન્દ્ર ના બાજુમાં ગંદકી જોવા મળી આવે છે. તો ખરેખર આ હડાદ ગ્રામ પંચાયત તરફથી સફાઈ કરવામાં આવશે ખરી.