નવલા નોરતાના પ્રથમ દિવસે અંબાજી મંદિર ખાતે ઘટ સ્થાપન કરાયું

રિપોર્ટ-અલકા બુંબડિયા(kotdatimes.com)
17/10/2020

અંબાજી,
નવરાત્રીના પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે માં અંબાના નિજ મંદિરમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું.આ ઘટ સ્થાપનની સાથે જ સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો પ્રારંભ થયો છે અને માં અંબાના ભક્તો આજ થી નવ દિવસ સુધી માં અંબાની સાધના આરાધના કરી પુણ્ય નું ભાથું બાંધશે શક્તિપીઠ અંબાજી માં આવેલ પવિત્ર એવા માં અંબાના નિજ મંદિરમાં સસ્તોક્ત વિધિ દ્વારા ભટ્ટજી મહારાજે સમગ્ર ધાર્મિક વાતાવરણ માં ઘટ સ્થાપના કરી હતી.આ ઘટ સ્થાપનની સાથે જ સમગ્ર ગુજરાત માં નવરાત્રી નો વિધિવત પ્રારંભ થયો છે ત્યારે આ પર્વ ના પ્રથમ દિવસે અંબાજી માં માનવ મેહરામણમાં અંબાના દર્શને ઉમટી પડ્યું હતું.વૈદિક મંત્રોચાર સાથે માં અંબાની સન્મુખ ઘટ સ્થાપન ની વિધિ દરમ્યાન દિવ્ય નજરોમાં માઁ અંબાના મંદિરમાં જોવા મળ્યો હતો અને દુર દુર થી આવેલા હજારો શ્રદ્ધાળુઓ પણ ઘટ સ્થાપન વિધિના સાક્ષી બન્યા હતા ત્યારે અંબાજી મંદિર ખાતે ઘટ સ્થાપન માં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ અને અંબાજી મંદિરના વહિવટદાર એસ.જે.ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા.

નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર ખાતે 4 લાખ જેટલા મોટા પ્રસાદના પેકેટ બનાવવાનું આયોજન


નવરાત્રી દરમિયાન અંબાજી ખાતે 4 લાખ મોટા પ્રસાદના પેકેટ બનાવવાનું આયોજન અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે નવરાત્રી દરમિયાન યાત્રિકોની ભારે ભીડ અંબાજી મંદિર ખાતે થતી હોય છે અને પ્રસાદનું વેચાણ વધુ પ્રમાણમાં થતું હોય છે ત્યારે ગત વર્ષે નવરાત્રી દરમિયાન નાના, મોટા અને મિડિયમ લગભગ 13 લાખ જેટલા પ્રસાદના પેકેટનું વેચાણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયું હતું ત્યારે આ વખતે કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તેને લઈ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ફક્ત મોટા એક જ પ્રકાર ના પેકેટ બનાવવાનું આયોજન કરાયું છે અને આ વખતે 4 લાખ જેટલા મોટા પ્રસાદના પેકેટ નું વેચાણ થશે તેવો અંદાજ મંદિર ટ્રસ્ટ દ્વારા કરીને પ્રસાદના પેકેટ તૈયાર કરાયા છે.

અંબાજી મંદિર ખાતે નહિ યોજાય ગરબા


સર્વ પ્રથમ વાર અંબાજી ખાતે નવરાત્રી ના નવલા નોરતા દરમિયાન માઁ અંબાના ચાચર ચોક માં જે ભવ્ય રાસ ગરબાની રમઝટ ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો દ્વારા બોલાવવામાં આવતી હતી તે આ વખતે કોરોનાને કારણે સરકારી ગાઈડ લાઈનનું ધ્યાન રાખી ગરબાનું આયોજન કરવામાં નથી આવ્યું ત્યારે દર વર્ષે ખેલૈયાઓથી હીલોળે ચઢતું માઁ અંબાનું ચાચર ચોક આ વખતે ખેલૈયાઓ વિના સુમસામ ભાષસે.

અંબાજી મંદિરને ભવ્ય લાઈટિંગ થી સુશોભીત કરાયું.


અંબાજી ખાતે નવરાત્રી દરમિયાન સર્વ પ્રથમ વખત ભક્તોના સહયોગ થી અંબાજી મંદિરને લાઈટિંગ થી સુશોભિત કરવામાં આવ્યું છે નવરાત્રીના નવ દિવસમાં અંબેનું ચાચર ચોક, નિજ મંદિર અને શક્તિદ્વારને ભવ્ય લાઈટિંગ થી શણગારવામાં આવશે અને ભક્તો પણ આ નજારો જોઈ શકશે.

અંબાજી મંદિર માં નવરાત્રી દરમિયાન નવ દિવસ સવાર સાંજ ની આરતી લાઈવ કરાશે


હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને ધ્યાન માં લઈ જે યાત્રિક માઁ અંબેના દર્શન કરવા અંબાજી નથી આવી શકતા તે ભક્તો ઘરે બેઠાં માઁ અંબાની આરતીના દર્શન કરી શકે તેવી સુચારુ વ્યવસ્થા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોના સહયોગ થી કરવામાં આવી છે.અંબાજી મંદિર ખાતે નવરાત્રી દરમિયાન થતી સવાર સાંજ ની આરતી નું અંબાજી મંદિર ની વિવિધ વેબસાઈટ ઉપર જીવંત પ્રસારણ કરાશે અને ભક્તો ઘરે બેઠા માં અંબે ના આરતીનાં દર્શન નો લાભ લઇ શકશે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

982 views