
રિપોર્ટ – વિનોદ કુમાર (Kotdatimes)
18/6/2021
આજ 17 જૂન ના રોજ ખેડબ્રહ્મા તાલુકાના પઢારા ગામે રૂઢિગત ગ્રામસભા ગઠન નો કાર્યક્રમ યોજાઈ રહયો હતો.
ત્યારે બાતમી મળી કે પઢારા રોડ પર અવેલા નિનામા ફળીયામાં રમેશભાઈ સાયબાભાઈ નિનામા ની દિકરીને લગ્ન ના બહાને વડાલી તાલુકાના ઠાકરડા જાતિમાં વેચાણ કરવાં માટે પરોયા ગાંમના ભગાભાઈ રબારી મારફતે દલાલી ચાલી રહી છે.તુરંત ભીલ પ્રદેશ ટાઈગર ફોર્સ ની ટીમ નિનામા ફળિયામાં જવાં રવાના થઈ.પરંતુ દલાલ ભગો રબારી જંગલ રસ્તે ફરાર થઈ ગયો હતો. પરિવાર ને સમજાવતા છોકરીના પિતાએ પણ પોતાની દીકરીને બીજા સમાજ માં નહી આપુ એવું કહ્યું હતું.