પાંચ માં ભાગમાં પણ વધારાના મજૂરો ભાગીયાના ભાગમાંથી કપાય છે

ખેતીહર મજૂર અધિકાર મંચ દ્વારા ભાગીયા શ્રમિક બેઠકો યોજાઇ

રિપોર્ટ- પ્રકાશ ડામોર (20/8/2021)
છેલ્લા ૧૫ વર્ષ થી મજૂરો ના અધિકારો માટે લડતું મંચ એટલે કે ખેતીહર મજુર અધિકાર મંચ.આ મંચ ના માધ્યમ થી શરૂઆત થી લઈને હમણાં સુધી ઘણા બધા પ્રયાસ કરવામાં આવ્યા છે.જેના લીધે મજૂરો માં પણ જાગૃકતા આવી છે. વર્તમાન સમય ની પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ આ મંચ હવે ભાગ ની ખેતી વાળા મજૂરો માટે કાર્ય કરી રહી છે. મંચ દ્વારા ગુજરાત સાબરકાંઠાના જિલ્લા ના ઇડર વડાલી અને ખેડબ્રહ્મા તાલુકામાં ભાગ ખેતી કરતા શ્રમિકો સાથે બેઠકો કરવામાં આવી હતી.

આ મંચ છેલ્લા 15 વર્ષથી ભાગીયા ખેત મજૂરો સાથે થતું શોષણ અટકાવવા માટે કાર્ય કરે છે તે માટે ત્રણ તાલુકામાં ભાગીયા ખેત મજૂરો સાથે બેઠકો ની અંદર 500 શ્રમિકોની સાથે વર્તમાન સમસ્યાઓની જાણકારી લેવામાં આવી ખેડૂત દ્વારા વધારાના કાર્યનું મહેનતાણું ન મળવું,ભુસા મા ભાગ ન મળવો, જાતીય અપશબ્દો બોલવા, વધારાના મજૂરો નો ખર્ચ ભાગીયા ના ભાગ માંથી કપાય છે.

અને ભાગ નક્કી હોતો નથી વગેરે જેવી સમસ્યાઓ સામે આવી હતી. તો આ બધી સમસ્યાઓ ધ્યાનમાં રાખીને ખેતીહર અધિકાર મંચ તરફથી ખૈર ધરમચંદ, સોલંકી અનિલભાઈ, ગમાર બાબુલાલ જી અને છોટાઉદેપુર પ્રતિનિધિ નાયકા અમૃતલાલ દ્વારા શ્રમિકો ની સમસ્યાઓ ના ઉકેલ માટે બધા જ શ્રમિક ભાઈઓ એક થઈને સરકાર અને ખેડૂત સામે પોતાની પડતર માંગણીઓને જેમકે વધારાના કામના પૈસા મળે, પાક ની અંદર વધારાના મજૂરો ના પૈસા ખેડૂત ભોગવે અને ભાગ આખા વિસ્તારની અંદર ચોથો ભાગ મળવો જોઈએ બેઠક ની અંદર આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1,528 views