પાર્ટ-3 વિરમપુર વિસ્તારમાં ચોરી નાં બનાવ વધતા લોકોએ રસ્તો રોકો આંદોલન શરૂ કર્યું- સરકાર સામે રોષ ઠાલવ્યો

રિપોર્ટ-હરેશભાઈ રાઠોડ(kotdatimes.com)
06/10/2020

અમીરગઢ તાલુકા બ્રેકિંગ,
હાલ માં ચોરી નાં બનાવ અવારનવાર બનતા હોય છે ત્યારે અમીરગઢ તાલુકાના વિરમપુર વિસ્તારમાં બકરા ચોરી કરનાર ટોળકી સક્રિય બની છે.અવારનવાર ચોરી ની ઘટના થતાં લોકો માં ભારે રોષ ભભૂકી ઉઠયો છે ત્યારે લોકો નો રોષ હવે રસ્તા રોકો આંદોલન તરફ ફેરવાઈ જવા પામ્યો છે વિરમપુર વિસ્તારના લોકો પશુપાલકો સાથે સંકળાયેલા છે અને પશુપાલન થીજ પોતાની જીવિકા ચલાવે છે જ્યારે આ વિસ્તાર માં ચોરો દિન દહાડે તલવારો ,કુહાડી, બંદૂકો બતાવી ચોરી કરી ફરાર થઈ રહ્યા છે ત્યારે ગામ લોકો માં ભારે રોષ ભભૂક્યો છે અને ગામ લોકો ભેગા મળી વિરમપુર વિસ્તારના સહિત આજુ-બાજુ ગામના આગેવાનો સાથે રસ્તા રોકો આંદોલન પર બેઠા છે જ્યાં સુધી પ્રશાસન તરફથી ચોરની ટોળકી ને પકડીને ચોર પાસેથી મુદ્દામાલ પરત ના અપાવે ત્યાં સુધી રસ્તા રોકો આંદોલન શરૂ રહેશે અને સરકાર અમારી માંગો પૂરી કરે તેવા આકરા પ્રહારો માજી પ્રમુખ શંકરભાઈ માણસાએ કર્યા હતાં ત્યારે ઉલ્લેખનીય છે કે માજી પ્રમુખના ઘરે જ 5 બકારાની ચોરી થઈ હોવાની ઘટના પણ બહાર આવી હતી સાથે અવાર-નવાર ચોરી ની ઘટના બનતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે .
*અમીરગઢ-પાલનપુર પોલીસ પીએસઆઇ સહીત ઘટના સ્થળે જાણ થતા દોડી આવી અને પોલીસ દ્વારા આદિવાસી સામાજિક રીતે સમાધાન કરાવવાની કોશિશ કરી રહ્યા હોવા છતાં વિરમપુર વિસ્તારના લોકો પોલીસની કોઇ વાત સાંભળવા તૈયાર નથી*
આંદોલનમાં જોડાવા લોકોનો કાફલો વધતો જાય છે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

609 views