
અમદાવાદ
રિપોર્ટ : પ્રકાશ ડામોર23)/04/2021
(Kotdatimes)
ગાંધીનગર કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ વાહનવ્યવહાર મંત્રી ફળદુ, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહને આપેલી સૂચના RTOમાં થતી ભીડ અટકાવવા રાજ્ય સરકારનો નિર્ણય, ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ વાહન ડિટેઈન પણ નહીં કરાય.

હાલ ચાલી રહેલી કોરોના મહામારીની બીજી લહેરમાં રાજ્યના વાહનચાલકોને હાલપૂરતી રાહત આપતો રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. આખા રાજ્યમાં હવેથી પોલીસ વાહનચાલકો પાસે માસ્ક ન પહેરવાના દંડ સિવાય અન્ય બીજા કોઈ દંડની વસૂલાત નહીં કરે.

ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ હાલ પોલીસ દ્વારા કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં. ગાંધીનગર ખાતે આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વાહનવ્યવહાર મંત્રી આર સી ફળદુ તેમજ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને આ અંગેની સૂચના આપી છે.

ટ્રાફિક નિયમ ભંગ કરનારના વાહન પણ ડિટેઈન નહીં કરાય મુખ્યમંત્રી રૂપાણીએ કેબિનેટની બેઠકમાં હાલ કોરોનાની સ્થિતિને જોતાં RTOમાં થતી ભીડ અટકાવવા આ નિર્ણય કર્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ ભંગ બદલ વાહનો ડિટેઈન કરાય છે, તેને છોડાવવા રાજ્યભરની RTO કચેરીમાં ભારે ભીડ થાય છે.

આને કારણે પણ કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો રહે છે. અત્યારે કોઈ પણ સ્થળે ભીડ ભેગી ન થાય તે રાજ્ય સરકારની અગ્રિમતા છે આ બાબતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે.