
રિપોર્ટ: પ્રકાશ ડામોર (Kotdatimes.com) 30/1/2021
દાંતા ખેડબ્રહ્મા અને આદિવાસી વિસ્તારમાં લોકાઈ ચારામાં બદલાવ થી દોતડ ગામ માં નવા નિયમ મુજબ લોકાઈ કરવામાં આવી હતી. વાત કરવામાં આવે તો ચંદ્રાંણા ગામના પિયર પક્ષ વાળા અને દોતડ ગામના તમામ ભાઈઓ વડીલો હતા. દાંતા પોશીના ખેડબ્રહ્મા આ તમામ ગામો માંથી જમાઈઓ આવેલ હતા.ગામની દરેક ફળિયાની કમિટીએ સમાજ ની મંજૂરી લીધી અને નવા રીત-રિવાજો મુજબ આજની લોકાઈ કરવા ગામ લોકો ની મંજૂરી મળી હતી, લોકાઈ માં મળેલ બધા જ સગા સબંધી ઓને નવા રીત રિવાજ પત્રિકા મુજબ માહિતી પુરી પાડવામાં આવી અને પત્રિકા મુજબ તમામ વ્યવહાર કરવામાં આવ્યો હતો. હાડલા પ્રથા બંધ, રૂમાલ પ્રથા બંધ કુટુંબના જમાયો એ કુટુંબ માથી એક એક રૂમાલ બાધ્યા.સમાજ એ નક્કી કરેલ દાળ રોટલા જમણ કરી ને લોકાચારા નો વિસર્જન કરવામાં આવ્યુ.

અને તરાલ સાયબાભાઈએ જણાવ્યું હતું કે ગામની, યુવા ટીમ વડીલોને અને બહેનોને આ લોકાઈ માં ગામના અગ્રણી ફુલાભાઈ,ફોગણાભાઈ,મનુભાઈ,ભેમાભાઈ વાઘાભાઈ,લાધાભાઇ,ભુરાભાઈ તથા કારોબારી સભ્યો માંથી દિલીપભાઈ ખોખરીયા હીરાભાઈ મુખી ગણેર ગામ વાળા અને નાડા ગામ માંથી મોહનભાઈ શિક્ષક આગેવાનો ભરતભાઈ શિક્ષક, ભોજાભાઇ શિક્ષક ભેમાભાઈ માજી સરપંચ વગેરે આગેવાનોએ હાજર રહ્યા હતા. દોતડ ગામ લોકોએ હવે પછી તમામ લોકાચારા નવા રીત રિવાજ પ્રમાણે કરીશું એવી બાંહેધરી આપી હતી.