પોશિના ના દોતડ માં આદિવાસી સમાજની લોકાઇઓના કુરિવાજો પર પ્રતિબંધ ની પહેલ

રિપોર્ટ- કોટડા ટાઇમ્સ

14/11/2020

પોશીના,
અત્યારે આધુનિક યુગમાં આદિવાસી સમાજના કેટલાક જુના રિવાજો જોવા મળતા હોય છે,આવા કુરિવાજો સમાજને એક અનૈતિક દોર તરફ લઈ જતા હોય છે તેવામાં સમાજ દ્વારા કેટલાક કુરિવાજો સુધારાની તરફ લઈ જવા ઠેર-ઠેર જગ્યાએ યુવાઓ દ્વારા કાર્યક્રમો મિટિંગો કરવામાં આવતી હોય છે.ત્યારે કેટલાક સ્થળોએ નવા રિવાજો પણ અપનાવતા જોવા મળતા હોય છે, જેનું તાજુ ઉદાહરણ નજરે પડવાની આગોશમાં છે.વાત કરીએ પોશીના તાલુકાના દોતડ ગામની તો આગામી તા-22 નવેમ્બર રવીવારના રોજ રાખેલ સ્વ-પાબુભાઈ માલાભાઈ તરાલની લોકાઇ(બારમું) દોતડ ગામમાં યોજનાર છે જેમાં કેટલાક સમાજમાં થતા રિવાજોમાં ફેરફાર કરવામાં આવેલ હોવાથી દરેક હાજરી આપનાર સગા-સબંધી તેમજ આસપાસના આદિવાસી સમાજના ઉપસ્થિત થનાર ભાઇઓ,વડીલો,અગ્રણીઓને તેમના પરિવાર તરફથી એક સોશીયલ મિડિયામા મેસેજ ફરતો થયો છે જે લોકાઇમાં ઉપસ્થિત થનાર દરેકજણ ને ધ્યાને લેવા જેવું જણાય છે.
લોકાઈમાં સાડીઓ પ્રથા સંપૂર્ણ બંધ કરવામાં આવે છે.સમાજના રિવાજને ધ્યાને લઇ સ્વ-પાબુભાઇના વિધવા માટે પિયરપક્ષ તરફથી એક માત્ર સૌ સાથે મળી ફક્ત એક જ સાડી લાવવાની રહેશે.તે સીવાય અન્ય કોઇએ પણ સાડીઓ લાવવી નહી.
આ ઉપરાંત રૂમાલપ્રથા અંગે પણ સસ્તામાં સસ્તી કિંમતના જમાઇઓ દ્વારા ફક્ત બે જ રૂમાલ લાવવા જે એક રૂમાલ જાજમમાં મૂકવો અને બીજો રૂમાલ કોઇ એક મુંડનવાળા વ્યક્તિના માથે બાંધવો.આ સિવાય જાજમ પર ભેગાં થયેલ રૂમાલ લોકાઈમાં હાજર ગામના વડીલો,અગ્રણીઓ,યુવાનોને માથે બંધાવવા માટે પરિવારજનોએ અપીલ કરી છે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1,128 views