પોશિના મતરવાડા માં યુવા જાગૃતિ બેઠક નો આયોજન

રિપોર્ટ – કોટડા ટાઇમ્સ પાઠક(kotdatimes) 15/8/2020   આજે રોજ સાબરકાંઠા જિલ્લા ના પોશીના તાલુકા ના મતરવાડા ગામમાં આદિવાસી  યુવા જાગૃતિ  બેઠક  યોજાઈ હતી. પોશીના  તાલુકાના  મતરવાડા  ગામના  મુખી શ્રી  જોગીરાભાઈ  પરમારના   અધ્યક્ષ સ્થાને યોજાયેલ  યુવા  જાગૃતિ  બેઠકમાં  મતરવાડા  ઉપરાંત  આજુ બાજુ  ગામોના  ઉચ્ચ  શિક્ષત યુવાનો  ઉપસ્થિત  રહયા  હતા. આ  બેઠકમાં  સૌ પ્રથમ  જગદીશભાઈ તરાલે  માર્ગ દર્શન  આપ્યું  હતું. ત્યાર બાદ  ઉપસ્થિત  યુવાનો ઍ સમાજની  વિવિધ  સમસ્યાઓ અંગે ઉંડાણ પુર્વક  ચર્ચા  કરી  હતી.બેઠકમાં  ઉપસ્થિત  ગામના વડીલ શ્રી  લેબાભાઈ  પારગી  અને મુખી શ્રી  જોગીરાભાઈ  પરમાર ના હસ્તે  વૃક્ષા  રોપણ  કરવામા  આવ્યું  હતુ .આ  બેઠક ને સફળ  બનાવવા  માટે  મતરવાડા  ગામના સવજી પરમાર, વનરાજ  પરમાર,,અલ્કેશ પરમાર,રાજેશ પરમાર, લક્ષમણ   ગમાર, બાબુ પરમાર, ઇકબાલ પરમાર,,કોદર ગમાર, મેઠીયા પરમાર,સુરેશ પરમાર,કિશન પરમાર,જગદીશ પરમાર,રાજેશ ગમાર, કાળાભાઈ  પારઘી  વગેરે ઍ  ભારે જહેમત  ઉઠાવી  હતી.કાર્યક્રમના  અંતે  ઉપસ્થિત  સૌ  યુવાનો ઍ મતરવાડા ગામમાં  ઘરેઘર સુધી  જાગૃતિ નો  સંદેશ પહોચાડવાનો  સંકલ્પ  કર્યો  હતો.આભાર વિધિ  અરવિંદ  પરમારે  કરી હતી.આ  બેઠકમાં પોશીના  તાલુકા  ભીલી સ્થાન  ટાઈગર  સેના ના ચંદ્રેશ  ગમાર, જયેશ સોલંકી, કિરણ ડાભી, જ્યોતીન્દ્ર ખાંટ,,જયંતિ  ગમાર  વગેરે  પણ  ઉપસ્થિત  રહયા  હતા.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

975 views