
રિપોર્ટ – વિનોદ કુમાર(Kotdatimes.com)26/07/2021
આદિવાસી રૂઢિગત ગ્રામસભાને સંવિધાનના અનુચ્છેદ 13(3)ક,અનુચ્છેદ 244(1) વિધીનું બળ પ્રાપ્ત છે. તે અંગેની જાણકારી બહેડીયા ગ્રામજનો ને પ્રાપ્ત થાય તે માટે બહેડીયા ગામ આદિવાસી યુવક મંડળ તરફથી આજ રોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેવી જ રીતે બપોર બાદ પોશીના તાલુકાના કાળાખેતરા ગામે પણ આદિવાસી રૂઢિગત ગ્રામસભા અંગેની પ્રાથમિક જાણકારી માટેની બેઠકનું આયોજન કાળાખતરા ગાંમના યુવાનો દ્વારા કરવામા આવેલ છે.

બહેડીયા અને કાળાખેતરા ખાતે યોજાયેલ આ બેઠકમાં આદિવાસી મહાપંચાયત સા.કાં./ અર. પ્રમુખ રવજીભાઈ પાંડોર, જગદીશભાઈ તરાલ, આદિવાસી મહાપંચાયત ખેડબ્રહ્મા તાલુકાના પ્રમુખ ગોપીભાઈ પારગી ઉપરાંત શંકરભાઈ ખોખરિયા,અમરતભાઈ સોલંકી, પઢારા ગ્રામસભા મુખી રમેશભાઈ ગમાર, રાજસ્થાન ઝેર ગાંમથી વિક્રમભાઈ ખોખરિયા વગેરેઍ ઉપસ્થિત રહી માહિતી આપી હતીં.બહેડીયા અને કાળાખેતરા ગામે ટુંક સમયમાં જ વિધીવત આદિવાસી રૂઢીગત ગ્રામસભાનું ગઠન થનાર છે.