
રિપોર્ટ-જયંતિભાઇ ગમાર(kotdatimes)
29/09/2020
પોશીના તાલુકાની સેબલિયા ગ્રામપંચાયતમાં ગઈકાલે આંગણવાડી કેન્દ્રના કાર્યકર બહેનો અને આરોગ્ય આશાબહેનોની મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તાલુકા પંચાયત માંથી વિસ્તરણ અધિકારી,ગ્રામ વિકાસ અધિકારી જયેશ પટેલ સાહેબ અને આરોગ્ય વિભાગના MPHW પરમાર રાજદીપ સાહેબ,પંચાયતના તલાટીશ્રી રાકેશ પટેલ હાજર રહ્યા હતાં.હાજર રહેલ દરેક અધિકારીઓ દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર પૂરેપૂરો મળે છે કે કેમ અને કોરોના મહામારીના સમયમાં દરેક બાળકોને પોતાના ઘરે જઇ નાસ્તો પહોંચાડવા માટેની તેમજ અઠવાડિયામાં નક્કી કરેલા દિવસે દરેક પરિવારની ઘરે જઇ મુલાકાત અવશ્ય લેવા માટેની વિસ્તારથી ચર્ચા કરી હતી.ઉપરાંત અધિકારી દ્વારા તે પણ જણાવવામાં આવ્યું કે જો કોઇ ગામમાં કુપોષિત બાળક જણાય તેવા કુટુંબ માટે આંગણવાડી કેન્દ્રમાં લીલા શાકભાજીની વાવણી કરી નિયમિત કુપોષિત બાળકોના પરિવાર સુધી પહોંચાડવાની સરકાર તરફથી નવી ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.આ અભિયાનની શરુઆત સરકારશ્રી દ્વારા કરવામાં આવશે.જેથી ગામોમાં કોઇ બાળક કુપોષિત નહી રહે અને પુરતું પોષણયુક્ત બને.તેમજ આંગણવાડી કેન્દ્રોમાં જો કોઇ પ્રશ્નો હોય તો તેની વિગતવાર લેખિતમાં તાલુકા કક્ષાએ રજુઆત કરવા માટેના જેવા કેટલાક પ્રશ્નોનું માર્ગદર્શન આપ્યું હતું.