
રિપોર્ટ-પ્રકાશ ડામોર
23/11/2020
આજના આધુનિક યુગમાં પણ આદિવાસીઓના અંતરીયાળ વિસ્તારોમાં રસ્તાઓના નામથી લોકો બૂમ-રાડો પાડીને હાફી ગયાં છે,હમણાં તાજેતર માં જ રૂપાણી સરકારે દિવાળી સુધી ઘર આંગણે પાણીના નળ,પાકા રસ્તાઓ કરી આપવાના દાવા કર્યાં હતા તેવામાં હાલ જ દિવાળીનો પગપસેરો થઈ હજુ માંડ ઝાપા બહાર નિકળી છે છતાં ક્યાંય દૂર-દૂર સુધી ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલ અંતરિયાળ વિસ્તાર એવો પોશીના તાલુકો જેમાં નાનકડા ગામોમાં પાકો તો ક્યાંથી પરંતુ કાચો રસ્તો પણ નજરે ના પડતો હોય ત્યારે આ સમસ્યા નાની કંઈ રીતે ગણાવી શકાય.પોશીનાના દંત્રાલ ગામના રાયવા ફળીના લોકો બુમો કરીને જણાવે છે કે જ્યારે સરપંચો,ધારાસભ્યો,અને દરેક પ્રમુખો કે અન્ય નેતાઓ જ્યારે ચુંટણીઓ સર આંખો પર હોય ત્યારે આવીને રસ્તો પાંચ દિવસમાં બનાવી આપવાના ખોટા-ખોટા વાયદા કરી મતદારો પાસેથી મતો લઈ જાય છે અને ત્યારથી નવી ચુંટણી જાહેર ના થાય ત્યાં સુધી કોઇ મોઢું પણ બતાવતાં નથી ત્યારે આ રીતે કેટલીયે વાર વાયદાના ભરોસે અમારો આત્મવિશ્વાસ સાથે ખેલ ખેલી ગયા હોય તેવા પ્રયત્નો અનેક વાર કર્યાં છે.દંત્રાલ પંચાયતના સભ્ય ડાભી લાધુભાઈ કેસરાભાઈ કહે છે કે અમોએ ઘણી વખત પંચાયતની મિટિંગમાં ઠરાવો આપ્યા પરંતુ ઠરાવો ચોપડાના પેજ માંથી ક્યાંય ગાયબ થઈ જાય છે તેની ખબર નથી પડતી.

આ સાથે ઘણાં વર્ષોથી આ રસ્તા અંગે માંગણી કરી પરંતુ અત્યાર સુધી કોઇ સરકાર દ્વારા ઉત્તમ પગલા લેવાયા નથી.રાયવા ફળી સુધીનો આશરે 3 કિલોમીટર જેટલો લાંબો રસ્તો છે જેના કારણે આ ફળીને ડિલિવરી,કોઇ ગંભીર બિમારી,વસ્તુઓ કે માલની હેરફેર કરવી,અન્ય કોઇ ઈમરજન્સી કામોમાં ખુબ અગવડ અને સમસ્યાઓ ઊભી થાય છે જેના કારણે રસ્તાની માંગ આશરે આ ફળીમાં 850 જેટલી વસ્તી અહીયાં મુશ્કેલીથી પીડાય છે જે અત્યંત શરમજનક વાત કહી શકાય તે ખોટુ નથી.ફળી તેમજ ગામના લોકો દ્વારા જલ્દી રસ્તો બનાવી આપવાની સરકાર પાસેથી માંગ ધરાવે છે .આના વિશે દંત્રાલ ગ્રામ પંચાયતના સરપંચ ડાભી મગનભાઈ કરમાભાઈ જણાવ્યું હતું કે આજથી અગાઉ 1 વર્ષ પહેલા ડામોર રોડ મંજુર થઇ ગયેલ છે અને અમારી પંચાયત તરફથી કાગળો ઠરાવો પણ કર્યા છે અને મારી પાસે પી.ડબલ્યુ.ડી ના લોકો આવ્યા રસ્તો મંજૂર થઈ ગયેલ છે. અને કોન્ટ્રાક્ટ બેઝ પર અપાય પણ ગયેલ છે. અને વચ્ચે લોકડાઉન તેમજ મહામારી કારણે કામ કરેલ નથી અને ટૂંક સમયમાં આ રસ્તા નું બાંધકામ ચાલુ થઇ જશે. સરપંચે જણાવ્યું હતું કે રાયવા ફળિયામાં ૧૦૦ ટકા રસ્તો થઈ જશે.