
રિપોર્ટ – જગદીશ તરાલ કોટડા ટાઈમ્સ પાઠક (Kotdatimes.com) ૭/૬/૨૦૨૨
આજ રોજ ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના કેટલાંક સામાજીક અને રાજકીય અગ્રણીઓ કાલીકાંકર ગામે પીડીતો ની મુલાકાતે પહોચ્યા હતા.
ત્યારે ગાંમમાં પ્રવેશતાં સૌ પ્રથમ પોશીના પોલીસની ગાડી સામે મળી. ટુંકી મુલાકાત બાદ પોલીસની ગાડી ત્યાંથી પોશીના તરફ રવાનાં થયાં બાદ ચાલતા જ ગામ તરફ આગળ વધ્યા તો ઍક પણ ઘર ખુલ્લુ ન હતુ કે ઘરની અંદર કે બહાર ઍક પણ વ્યક્તિ જોવા ન મળતા ઍક ઝાડના છાંયડે ઉભા રહ્યા તો થોડી સમય બાદ ઍક ભાઈ ચઢાવેલ કાંમઠી અને તીર સાથે ડુંગર પરથી નિચે ઉતરી અમારા તરફ જોઈ રહ્યો હતો. ત્યારે અમો ઍ આદિવાસી ભાષામાં જ કહ્યું કે ભાઈ અમો સમાજના જ છીએ. ત્યારે વિશ્વાસ આવતાં તે ભાઈ અમારી નજીક આવ્યો. તે ભાઈ સાથે ચર્ચા દરમિયાન પુછ્યુ કે અત્યારે કેટલાં જણ જેલમાં છે. તો જણાવ્યુ કે બિલકુલ નિર્દોષ એવા 9 મહિલા અને 3 પુરૂષ ની પોલિસે ધરપકડ કરી છે. પુરુષો હિંમતનગરની સબ જેલમાં જ્યારે 9 મહિલાઓ અમદાવાદ સાબરમતિ જેલમા કેદ છે.

તે ભાઈઍ ખૂબજ દુ:ખી મનથી જણાવ્યુ હતુ કે સાહેબ મારી પત્ની પણ જેલમાં છે. 11 મહિનાનું ધાવણ ધાવતું બાળક હવે મારે કેમ કરી જીવાડવુ ?
તે ભાઈ સાથે ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન ડુંગર તરફથી બીજા ચાર પાંચ ભાઈઓ આવ્યાં હતા. અને તેમણે જણાવ્યુ હતુ કે પોલિસે અમારા ઘરોમાં ઘુસી ને ઘર વખરી અને સામાન ની ભારે તોડ ફોડ કરી છે. મોટરો કાપી કૂવામાં ફેકી દીધી છે. અમારા બકરાં, મરઘાં પણ ઉઠાવી ગયા છે. અને અમને એવી ધમકી મળે છે કે જોઈએ હવે તમે ગાંમમાં કેમ કરી રહો છો? કેવી રીતે ખેતી કરો છો ?

બંધ મકાનો વાળા લોકો ક્યાં છે તેમ પુછતાં જણાવ્યુ હતું કે સાહેબ ભૂખ્યાં અને તરસ્યા ડુંગરોમાં કોણ ક્યાં સંતાયા છે.અને કઈ સ્થિતીમાં તે અંગેની કોઈને કોઈ જ જાણકારી નથી.
છેલ્લે તે ભાઈઓ ઍ એમ જણાવ્યું હતું કે ગુન્હો બન્યો હોય તો આરોપીઓ ને પોલીસ ભલે પકડે પણ અમારી મહિલાઓ ઍ ઍવો તો કયો અપરાધ કર્યો છે ? કે પોલિસે લાગણી શુન્ય બની આડેધડ બેફામ માર મારી જેલમા પુરી દીધી છે. આ તે કેવો ન્યાય છે ? આવો ન્યાય તો ગુલામી કાળમાં અમારા બાપ દાદાઓ પણ કદી જોયો ન હતો તો અત્યારે આઝાદ દેશમાં સરકારના ગુલામ બની આજે અમો જીવવા મજબુર કેમ બન્યાં છીઍ ?.

ધાવણ ધાવતું બાળક મરી જ્શે તો તેના માટે જવાબદાર કોણ ?
આજે કાલીકાંકર ગામે મુલાકાતમા BTP સાબરકાંઠા જીલ્લા અધ્યક્ષ જગદીશ તરાલ, આદિવાસી મહા પંચાયત ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ ગોપીભાઈ પારગી, હ્યુમન ટાઈટ એકટીવિસ્ટ પ્રદીપ પરમાર, સોશિયલ એકટીવિસ્ટ કાંતિ અંગારી, ઝાંઝવા પાંણાઈ યુવા મંડળના અગ્રણી નટવરભાઈ પારગી, નરેશભાઈ પરમાર, સુનિલ તરાલ વગેરે જોડાયા હતા.
ખેડબ્રહ્મા પોશીના તાલુકાના વધુમાં વધુ સામાજીક અને રાજકીય અગ્રણીઓ ઍ કાલીકાંકર ગાંમની મુલાકાત લેવાં નમ્ર વિનંતી છે.