પોશીના તાલુકાના પત્રકાર સંગઠન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ-નવજીભાઇ ડાભી (kotdatimes)
13/08/2020

સાબરકાંઠાના પોશીના તાલુકામાં પત્રકાર સંગઠન દ્વારા પોશીના ખાતે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડ વૉલમાં અલગ-અલગ પ્રકારના વૃક્ષોનું રોપણ કરી વૃક્ષો વાવો,વરસાદ લાવોના સૂત્રને સાર્થક આપ્યું હતું.તેમજ દરેક વ્યક્તિને ફરજીયાત એક વૃક્ષ વાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં પોશીના રેન્જના ઓફિસરો તેમનો સ્ટાફ,સિવિલ હોસ્પિટલના અધિકારીઓ તેમજ આરોગ્ય સ્ટાફ,મામલતદાર શ્રી સાહેબ તેમજ કેટલીક ન્યુંઝ ચેનલોના રિપોર્ટરો,ન્યુંઝપેપરના પત્રકાર ભાઇઓ સાથે ગામના જાગૃત યુવાનો અને નાગરિકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ ઉપરાંત પોશીના પોલીસ સ્ટાફ તથા PSI દ્વારા કોરોના મહામારીમાં બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટેની માહિતી આપી.તેમજ તાલુકા પત્રકાર સંગઠન દ્વારા પોશીના બજારમાં માસ્ક વગર ફરતાં લોકોને માસ્ક વિતરણ કરી કોરોનાને અટકાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

738 views