પોશીના તાલુકાના રોફળો,વડલા ફળો ને પાડોલ ફળો પોલીસના ડર થી ગાયબ

રિપોર્ટ – વિનોદ કુમાર (Kotdatimes.com) 6/6/2022

૬ જૂન ૨૦૨૨ ના બપોરે ૧૨ વાગ્યા પછી આદિવાસી મહિલા શક્તિ ખેડવા ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ મણીબેન સોલંકી ને કોટડા ટાઈમ્સ એ પોશીના તાલુકા ના પંચાયત કાળીકાકર ના રોફળા ની વિઝીટ કરી. કાળીકાકાર ગામમાં પ્રવેશ કરવા થી જાણવા મળ્યું કે રોફળા માં તો કોઈ પણ નથી.છતાં પણ એક વાર જઈને જોવાથી જ ખબર પડશે આમ વિચારીને મણીબેન ને કોટડા ટાઈમ્સ રો ફળા નો રસ્તો પૂછતાં પૂછતાં રો ફળા માં પહોંચી ગયા .

અમે જ્યાં પહોંચ્યા તે વડલા ફળો હતો ત્યાં થી જાણવા મળ્યું કે અહીં એક ફળો નહીં પણ ત્રણ ફળા ઘરબાર છોડીને પોલિસ ના ડરથી જતા રહ્યા છે. મણીબેન સોલંકી એ લીધી માહિતી મુજબ આજે ૬ તારીખ થઈ એટલે કુલ ૬ દિવસ થી આ ફળિયા ના લોકો ઘર થી બહાર છે. સ્થાનિક લોકો સાથે વાતચીત થી જાણવા મળ્યું કે જે દિવસે પોલિસ આવી એ દિવસે અહીં ની સ્ત્રીઓ સાથે એવી મારપીટ કરી કે જેનાથી તેમના ચણિયા માં સ્ત્રીઓ સંડાસ પર કરી દીધી.

વધારે ઉંમરના ના દિવ્યાંગ ડોસી પોતાના ખાટલા માં દિકરાને ને વહુ ની વાટ જોતી

દિવ્યાંગ ડોસીને પણ ખાવાનું પીવાનું નથી મળી રહ્યું

ફળિયામાં એક વધારે ઉંમરના ડોસી છે દિવ્યાંગ છે. તેમનાં ઘરે પણ કોઈ નથી.તે ડોસી ના દિકરા અને વહુ પણ પોલીસ ના ડરથી જતા રહ્યા છે. આજે પણ જોયું કે લોકો પોતાના ઘર માં જે સામાન છે તે લઈ જાય છે. તેમને ઘટનાં સ્થળ થી જનપ્રતિનિધિઓ ફોન કર્યાં પણ કોઈ રાહત નાં સમાચાર નાં મળ્યા.પોશિના મામલતદાર સાથે ટેલિફોનીક વાતચીત માં તેમને આના પર એક્શન લેવાનું જણાવ્યું અને લિખિત માં આપવાનું કહ્યું.

શું છે ઘટના
ફળિયા ના લોકોનું કેવું હતું કે પોલીસ જે બંધુક માટે આવ્યા હતા તે બંદૂક પેહેલા પણ પૈસા આપીને છોડાવેલી છે અને ફરી વાર પૈસા લેવા આવ્યા હતા. તે હાથાપાઈ માં પોલિસ ને બંદૂક ની ગોળી લાગી અને પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા.આ વિશે પોલીસ નું કેવું છે કે અમો બંદૂક લઈ લીધી અને અમારી જોડે થી પાછી લઈને અમારા પર ફાયરિંગ કરી.આ ઘટના થી કરીબ પાંચ જેટલા પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતાં.આના પછી પોલીસ નું આ ફળિયા માં ને બીજા ફળિયા માં આવવા જવા નું થયું એટલે ત્રણે ફળા વાળા લોકો ઘર છોડીને જતાં રહ્યાં.

કાલીકાકર ના આ ત્રણ ફળા એવી આખા ખાલી થઈ ગયા છે પણ સ્થાનિય જનપ્રતિનિધિઓ શું કદમ અને પગલા ભરે છે આના માટે તેની ફળિયા ના લોકો ને કોઈ જાણ જ નથી. તેમનું કેહવુ છે કે અમારી જોડે કોઈ પણ જનપ્રતિનિધિઓ નથી આવ્યાં.

આ છે આપણો દેશ જ્યાં લોકો ને પોલીસ ના ડર થી પોતાનું ઘરબાર છોડીને જવું પડે છે.શું આ લોકો પાછાં પોતાના ઘરે આવી શકશે? આ લોકો ની દયનીય સ્થિતિ કોણ ઠીક કરશે ?આ બધું આવતા સમય પર ખબર પડશે.આગળ ની અપડેટ સાથે ફરી મળીશું.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

640 views