પોશીના તાલુકામાં આવેલ આંજણી ગામમાં જલેરી તળાવથી ખેતરોના પાકને ભારે નુકશાન

રિપોર્ટ-વિનોદ કુમાર લેખ – અલ્કા બુંબડિયા (kotdatimes) 01/09/2020  

સામાન્ય રીતે આપણે જોઇએ છીએ કે વરસાદના પાણીથી લોકોની ખેતીમાં સુધાર તથા ફાયદાઓ જ જોવા મળે છે.પરંતુ પોશીના તાલુકાની કાલીકાકર પંચાયતમાં આવેલ આંજણી ગામની જલેરી ફળીમાં પાણીથી કંઈક અલગ જ સમસ્યાં ઉદ્દભવી રહી છે.વાત જાણે એમ છે કે આ ફળીમાં લગભગ છેલ્લા 30 થી 35 વર્ષ પહેલા અહીયાં તળાવ બાંધવામાં આવ્યો હતો.આ તળાવના કારણથી અહીયાં આસપાસ રહેતા આશરે 25 જેટલા પરિવારોના ખેતરો તળાવની બાજુમાં હોવાથી દર વર્ષે વરસાદનું પાણી વધારે પ્રમાણમાં ભરાઇ જતા બધાજ ખેતરોમાં ઊભેલા  પાકને નુકસાન થાય છે અને ખેતરોનું દિવસે-દિવસે સ્થળાંતર થતું જાય છે.જેના કારણે સ્થાનિક લોકોનો પાક ધોવાઇ અને કોહવાઇ પણ જાય છે.સ્થાનિક પીડિત ગમાર કિરિટભાઇ હંસાભાઇ તથા લસાભાઇ લાડુભાઇ જણાવે છે કે શિયાળો તથા ચોમાસાની બન્ને ઋતુઓમાં આ સમસ્યાઓ ઉભી થાય છે જેના કારણે ઘંઉ-મકાઈ-તુવર-કપાસ-એરંડા જેવા ઘણાં પાકોને નુકશાન પણ થાય છે તેમજ પુરતા પ્રમાણમાં પાક લઈ શકાતા નથી.આ ઉપરાંત થોડા સમય પહેલા અમોએ અરજી કરેલ પરંતુ આગળથી કોઇ ઉકેલ કે સમાધાન ના થવાથી ફરી સરકારશ્રીને દરખાસ્ત કરીએ છીએ કે અમારો મુખ્ય હેતું ખેતી પર જ રહેલો હોવાથી આ સમસ્યાનો જલ્દીથી કોઇ યોગ્ય નિર્ણય સરકારશ્રી તરફથી લેવામાં આવે તેવી નમ્ર અપીલ કરીએ છીએ.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

998 views