પોશીના તાલુકા પ્રમુખ ચીમનભાઈએ સદસ્યો સાથે ખેડબ્રહ્મા પાણી પુરવઠા કચેરીએ પાણી માટે કરી રજૂઆત

રિપોર્ટર- પ્રકાશ ડામોર ૯/૪/૨૨

પોશીના તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં ખૂબ પાણીની તંગી વાળા વિસ્તારો માં નવીન હેડપંપ મંજુર કરવા બાબતે નાયબ ઈજનેર સાહેબ શ્રી પાણી પુરવઠા વિભાગ ખેડબ્રહ્મા અધિકારી ને રૂબરૂ મુલાકાત કરી.

અને તાલુકા પ્રમુખ એ લેખિત પાણીના પ્રશ્નને લઈને આવેદન આપ્યું હતું. આમ પોશીના તાલુકાના ગામડાઓમાં આદિવાસી વિસ્તાર મોટા પાયે વસવાટ કરતા હોય છે. અને વર્ષો થી પાણીની સમસ્યાઓ સાથે લડતા હોય છે.

પાણીની તંગી વાળા વિસ્તારમાં નવીન હેડ પંપ બનાવવા માટે પોશીના તાલુકાના દરેક સીટ ના સદસ્ય દ્વારા પાણીની તંગી વાળા ગામડાઓ ની યાદી બનાવવામાં આવી હતી. અને પોશીના તાલુકા પ્રમુખ સાથે મળી પાણી પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

452 views