
રિપોર્ટ-(kotdatimes.com)
17/01/2021
પોશીના તાલુકાના કોલંદ ગામે આજે બી.ટી.પી પાર્ટી દ્વારા મહાદેવ મંદિરમાં બેઠક યોજવામાં આવી.જેમાં પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા કેટલાક મુદ્દાઓ ની ચર્ચા વિચારણા તેમજ બી.ટી.પી(BTP) સંગઠન વિશે થોડાક વિચારો વ્યક્ત કરવામાં આવ્યાં.સાથે સાથે નવા કાર્યકર્તાઓ પણ જોડાયા જેમાં ગુજરાત અને રાજસ્થાનના કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે.આ ઉપરાંત અધિકારીઓ દ્વારા આદિવાસી સમાજ વિશે કેટલાક મુદ્દાઓ પર વિશેષ માહિતી તેમજ વિચારોની ચર્ચાઓ કરી.આ બેઠકમાં સાબરકાંઠા જિલ્લાના BTP પ્રમુખ જગદિશભાઈ તરાલ તથા બીટીપી પાર્ટી પ્રમુખ જયંતીભાઈ બોડત ઉપસ્થિત રહ્યાં હતાં.આ બેઠક નું આયોજન બુંબડિયા રમેશભાઈ ભુરાભાઈ એ કર્યું હતું.