પોશીના બજાર તા-19 થી 22 સપ્ટેમ્બર સુધી રહેશે બંધ-વેપારી એસોસિયેશન દ્વારા લેવાયો નિર્ણય

રિપોર્ટ-નવજીભાઇ ડાભી(kotdatimes)
17/09/2020
પોશીના

સાબરકાંઠાના પોશીનામાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખી કોરોના વાયરસ વધુ નહી ફેલાય તે માટે જાગૃત નાગરિકો,પોશીના વહેપારી એસોસિયેશન તેમજ ગ્રામજનો દ્વારા આજે પોશીના ગ્રામ પંચાયતમાં બેઠક બોલાવી આગામી તારીખ-19/09/2020 થી 22/09/2020 એમ 4 દિવસ સુધી પોશીના બજાર સંપુર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.આ ઉપરાંત પછીની તા-23 સપ્ટેબર થી 30 સપ્ટેમ્બર દરમ્યાન સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી બજાર ખુલ્લુ રાખી શકાશે.બજાર બંધ દરમ્યાન દવાખાનાઓ અને મેડિકલ સ્ટોર ચાલું રાખી શકાશે.આ સિવાય જો કોઇ પોતાની દુકાનો,લારીઓ વગેરે ચાલું રાખી નિયમનો ભંગ કરતા જણાશે તો તેમને પોશીના પંચાયત દ્વારા રૂપિયા 1000/- નો દંડ ફટકારવામાં આવશે.આ નિર્ણય વેપારી એસોસિયેશન,ગ્રામ પંચાયત,જાગૃત નાગરિકો તેમજ ગ્રામજનોની સંમતિથી લેવામાં આવેલ છે.
ગ્રામપંચાયતની બેઠકમાં પોશીના મામલતદાર સાહેબ શ્રી,તલાટી મંત્રી,સરપંચ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1,190 views