
રિપોર્ટ-નવજીભાઇ ડાભી(kotdatimes)
20/09/2020
અત્યારે ચાલી રહેલા પુરા વિશ્વ તેમજ આપણા ભારત દેશમાં કોરોના સંક્રમણના દિવસે-દિવસે આપણા રાજ્ય કે જિલ્લામાં કેસો વધતા જાય છે.અને આ અનલોક-4 ની સ્થિતિને જોઇએ તો કોરોનાનું સંક્રમણ ખૂબજ ઝડપથી ફેલાઈ રહ્યું છે.તે પરિસ્થિતને ધ્યાને રાખી પોશીના બજાર પણ વેપારી મથક હોવાથી અહી આજુબાજુના વિસ્તારમાંથી ઘણા એવા લોકોની આવ-જાવ થતી હોય છે.ઉપરાંત બહારથી કેટલાક વહેપારીઓ,ફેરિયાઓ પણ બજારમાં ધંધો કરવા માટે આવતા હોય છે.
તેવામાં બજારના સ્થળો પર ગ્રાહકો તેમજ લોકોના ટોળાઓ થતા કોરોના સંક્રમણ વધારે પ્રમાણમાં ના ફેલાય તે બાબતને ધ્યાનમાં રાખી પોશીનાના નાગરિકો,વેપારી એસોસિએશન દ્વારા વિચાર વિર્મસ કરી પોશીના બજાર સંપૂર્ણપણે ચાર દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો જેમાં આ નિયમનુ દરેક પોશીના તાલુકાના તમામ લોકોએ સાથ સહકાર આપી નિયમનો અમલ કર્યો તે ખુબ આનંદની વાત કહી શકાય.