બનાસકાંઠા જિલ્લા દાંતા તાલુકાના હડાદ ગામે હજારો લીટર પાણી વેસ્ટ

રિપોર્ટ-પ્રકાશ ડામોર 19/5/22 (Kodatimes.com)

દાંતાના હડાદ ગામમાં જૂની અરવલ્લી માધ્યમિક શાળા પાછળ જે પાણીનો મોટો ટાંકો આવેલો છે તેની લાઇન માં થી પાણી લીક થઇ ને બહાર હજારો લિટર માં પાણી વેસ્ટ થઈ રહ્યું છે. પાણીના ટાંકાની મેન લાઈન જ લીક હોવાથી પાણી નો બગાડ થઇ રહ્યો છે.

આપને ચોક્કસ પણે જણાવી દઈએ કે હડાદ ના આજુબાજુ આદિવાસી વિસ્તારમાં પાણી માટે લોકો વલખાં મારતા હોય છે. દાંતા તાલુકા નાયબ ઈજનેર પાણી પુરવઠા વિભાગ તરફથી કોઈ એક્શન લેવામાં આવશે ખરી? આદિવાસી વિસ્તારમાં હેડ પંપ ના દાંડિયા હલાવીને પાણી નીકળતાં આમ પબ્લિક પાણી પૂરવઠા અધિકારીઓની યાદ કરીને પાણી ઉપયોગ કરતા હોય છે.

આદિવાસી વિસ્તારમાં નલ થી ક્યારેય પાણી આવશે. ફક્ત હેડપંપ ના ડાંડીયા હલવવા માટે જ મુક્યા છે. લોકોના મુખે સવાલો ઉભા થયા છે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

242 views