બનાસડેરી વ્યવસ્થાપક કમિટીની ચુંટણીમાં નવ(9) બિનહરિફ ઉમેદવારો બન્યા વિજેતા

રિપોર્ટ-હરેશભાઇ રાઠોડ(kotdatimes)
29/09/2020

બનાસકાંઠા જિલ્લામાં આજે બનાસડેરી વ્યવસ્થાપક કમીટી-2020 ની ચુંટણીમાં ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના સમર્થનમાં 16 માંથી 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.આજે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે જ મોટા ભાગની બેઠકો બિનહરીફ વિજેતા જાહેર કરી.બનાસડેરી ચુંટણીના નવ ઉમેદવારો સામે અન્ય કોઇ ઉમેદવારીપત્ર ન આવતાં ચુંટણી એકતરફી થઈ જવા પામી અને
શંકરભાઈ ચૌધરીને સમર્થન આપતા ડિરેક્ટરો વિજેતા જાહેર થયા.જેમાં,
રાધનપુર -શ્રી શંકરભાઈ ચૌધરી
સાંતલપુર -શ્રી રાઘાભાઈ આયર
સુઇગામ -શ્રી મૂળજીભાઈ પટેલ
ધાનેરા – શ્રી જોઇતાભાઇ પટેલ
દાંતીવાડા – શ્રી પરથીભાઇ જે.ચૌધરી
અમીરગઢ -શ્રી ભાવાજી રબારી
વાવ -શ્રી રાયમલભાઇ કે.ચૌધરી
દાંતા -શ્રી દિલિપસિંહ બારડ
લાખણી – શ્રી ધુડાભાઇ ઉ.ચૌધરી નો સમાવેશ થાય છે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

944 views