
લેખ – કિરણ ડાભી(Kotdatimes)
17/9/2020
વર્તમાન સમયમાં આપણાં ભારત દેશમાં અનેક પ્રકારની ગણી બધી સમસ્યાંઓ જોવાં મળે છે.
તેમાં “બેરોજગારી” એ સૌથી મોટી અને વિકટ સમસ્યાં છે. એક બાજું કોરોનાંનો કેર વર્તી રહ્યો છે, જેનાં લીધે સમગ્ર નાનાં મોટા ઉધ્યોગ ધંધા બંધ હાલતમાં છે. જ્યારે યુવાન-યુવતી પાસે કોઈ વ્યવસાય કે કમાણી માટે કામ નથી?
બેરોજગારીનું સૌથી મોટું કારણ એ…
જનસંખ્યા કહી શકાય, આજે ભારત વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે. તે આવનાર સમયમાં કદાચ પ્રથમ સ્થાને હશે.તેવી સંભાવનાં છે તેનાં પર નિયંત્રણ લાવવું આવશ્યક છે. આજે ગામડા થી માંડીને શહેરો સુંધી બેરોગારીનું પ્રમાણ ખુબ મોટા પ્રમાણ માં છે.

આજે શિક્ષિત યુવાનો, યુવતીઓ નોકરી માટે ખુબ મહેનત કરી રહ્યા છે ,પણ એનાં માટે સરકાર દ્વારા કોઈ ભર્તી નથી થતી.અને થાય છે તો એમાં કૌભાંડ થાય છે. એમને કોઈ નાનામાં નાની નોકરી પણ આપવા તૈયાર નથી. એક સામાન્ય ભર્તીમાં પણ લાખો લોકો ફોર્મ ભરવાં માટે લાઈનમાં ઊભા હોય છે. ગામમાં દિકરી દિકરાંને એમનાં મા- બાપ ખેતી કામ ,છુંટક મજૂરી કામ કરીને જેમ- તેંમ કરીને માંડ ભણાવતાં હોય છે ,કે કયાંક મારાં દિકરી -દિકરાને નાની મોટી નોકરી મળે,અને પછી ના મળે તો મા-બાપની શું? હાલત થાય .આજનાં સમયમાં નોકરી,કામ ધંધો ન મળવાને કારણે યુવાન-યુવતીઓ ગેર માર્ગે દોરાય છે,અને નવરાં બધાં ભેગાં મળી વ્યસનનો ભોગ બને છે, તો ગણાં બધાં નિ:સહાય બની આત્મહત્યા કરવાં પ્રેરાય છે.ગામમાં ફ્ક્ત સામાન્ય લોકો કંઈક નાની નોકરી કરે છે જેવી કે,બહું ઓછા શિક્ષક, હોમગાર્ડ,અને કદાચ કોઈ પ્રાઈવેટ જૉબ જેવી કે ,કોઈ દુકાનમાં,પ્રાઈવૅટ દવાખાનાં માં કામ કરે છે તો તેમને પૂરતું વેતન નથી મળતું માત્ર તેની રોજીરોટી આજીવીકા માંડ નભી રહે છે.

તેમની સ્થિતિ “ન ઘરનાં કે ન ઘાટનાં “જેવી બની રહે છે.અને જેમને ઓછાં વેતનમાં પણ કામ કરવું છે,તેમને કોઈ કામ નથીં મળતું. હાલનાં સમયમાં કોરોનાંનાં લીધે બાળકો પણ ઘરે છે.ગામમાં લોકોની આર્થિક સ્થિતી નબળી , અક્ષિત,ભોળા, ગરીબ હોવાનાં કારણે ટૅક્નૉલૉજીનાં અભાવનાં કારણે બાળકો ભણવાની ઉંમરે તે ગાયો-ભેસૉ ચરાવવાં જાય છે તો કોઈ ચા ની લારી પર ,તો કોઈ હૉટૅલમાં તો કોઈ ખેતરમાં કપાસ પ્લોટનું કામ કરે છે.માટે તે જ્ઞાનથી વંચિત રહીં જાય છે,અને તેમનો પાયો કાચો રહી જાય છે.પછી “પાકે ઘડે કાંઠા ક્યાંથી ચડે”.ખરેખર એમનું જીવન ધુંળ બની રહ્યું છે.પણ કોઈ ધ્યાન આપવાં તૈયાર જ નથીં .આજનાં સમયમાં શિક્ષણ ની ફી વધવાના કારણે,મોઘવારી વધવાનાં કારણે દીકરીઓને ભણાવવાનું મા-બાપ માંડી વાળે છે.

ખરેખર “જો..એક સ્ત્રી શિક્ષિત બનશે તો જ એક ઘર શિક્ષિત બનશે “અને “એક ઘર શિક્ષિત બનશે તો એક આખો સમાજ શિક્ષિત બનશે”.તો આવાં વિકટ સમયમાં સરકાર દ્વારા રોજગાર ની તકો પૂરી પાડવી જરૂરી બને છે.અત્યારે મોટા ભાગનાં ભણેલા- ગણેલા ગેજ્યુએટ લોકો કામ ધંધા વિનાં બેકારીમાં જીવે છે પૈસા ક્યાંથી કાઢવાં ? એ બહું મોટો પ્રશ્ન છે .તેમને નાનામાં નાનું પણ કામ આપવું જોઈએ જેથી તેમણે આટલાં બધાં વર્ષો ભણેલું નકામું ન જાય. તેમનું ઘરબાર ચાલી રહે તેવાં રોજગારનાં પ્રયત્નો અવશ્ય કરવાં જોઈએ. અને જન જાગૃતિનાં કાર્યક્રમો પણ કરવાં જોઈએ. “બાળક એ આવતી કાલનું ભવિષ્ય છે”.એવી વિચારસરણી દરેકે રાખવી જ પડશે.તો જ આનું કંઈક નિરાકરણ લાવી શકીશું.