ભારતીય કિસાન સંઘ અને સામાજિક સંસ્થા આજીવિકા બ્યુરો અને કોટડા આદિવાસી સંસ્થાન ની સંયુક્ત બેઠક યોજાઈ

આજે તારીખ ૧૮-૫-૨૦૨૨ ના રોજ  ભારતીય કિસાન સંઘ અને સામાજિક સંસ્થા આજીવિકા બ્યુરો અને કોટડા આદિવાસી સંસ્થાન ની સંયુક્ત બેઠક યોજાઈ ગઈ બેઠક ની અંદર ખેતીવાડી નું નવું વર્ષ ચાલુ થવા માં થોડાક જ દિવસો બાકી રહ્યા છે ખેતીવાડીમાં મજૂરી માટે ખેડૂતો દ્વારા ભાગીયા શ્રમિકો ને ભાગની અંદર નવા વર્ષ માટે ભાગ નક્કી કરવાનું શરૂ થઈ ગયું છે કિસાન સંઘ દ્વારા સામાજિક સંસ્થા શ્રમિકો અને ખેડૂતો માટે મધ્યસ્થ નું કામ કરે છે .

બંને પક્ષ માટે આ વર્ષની અંદર ભાગ ખેતીમાં ખેડૂત અને ભાગીયા શ્રમિક વચ્ચે લેખિત કરાર કરીને ભાગ રાખે અને બંને પક્ષોના વચ્ચે વિશ્વાસુ સંબંધ બને માટે આ વર્ષે કિસાન સંઘ દ્વારા ઇડર વડાલી અને ખેડબ્રહ્માના પાંચ પાંચ ગામ માં લેખિત કરાર કરીને ભાગીયા શ્રમિકોને ભાગ ખેતીમાં રાખવામાં આવશે સાથે જ ખેડૂત દ્વારા આખા વર્ષ દરમિયાન ખેતીવાડીમાં જે પણ ખર્ચ થઇ ગયો છે તેની નોંધ કરશે અને વર્ષના અંતમાં કેટલી આવક મળી રહી છે અને કેટલો ખર્ચ થઈ રહ્યો છે તે સમજવામાં આવશે મિટિંગની અંદર સામાજિક કાર્યકર્તા ક્રિષ્ના અવતાર શર્મા , સરફરાઝ શેખજી , ધરમચંદ ખૈર ઉપસ્થિત રહ્યા હતા ભારતીય કિસાન સંઘના જિલ્લા અધ્યક્ષ શ્રી અમરતભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ અને ઇડર ના પ્રમુખ પંકજભાઈ પટેલ સાથે જ વડાલી તાલુકાના પ્રમુખશ્રી માધાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

282 views