મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની નૂતન વર્ષ 2021 ના પ્રથમ દિવસે રાજ્યના નાગરિકોને અનોખી ભેટ

રિપોર્ટ-અલકા બુંબડિયા(kotdatimes.com)
01/01/2021

ગુજરાત,
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર એસ.ટી વિભાગમાં 1000 નવી બસો ખરીદી કરીને આગામી જૂન મહિનાથી મુસાફરોની સેવામાં મૂકવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી એ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યમાં કુલ 33.66 કરોડના ખર્ચે સાકાર થયેલા નવા તલોદ,સિધ્ધપુર,અંકલેશ્વર,ચુડા,અને દિયોદર એમ 5 બસ મથકોના લોકાર્પણ અને ઉનામાં નવનિર્મિત ડેપો વર્કશોપનું ઇ-લોકાર્પણ તેમજ વસઈ ,કોટડાસાંગાણી,ભાણવડ,મહુવા,તુલશીશ્યામ,ધાનપુર,કેવડીયા કોલોની,સરા ,કલ્યાણપૂર અને ટંકારા ખાતે નવા બનનારા બસ મથકોના ખાત મુહૂર્ત સંપન્ન કરતા આ જાહેરાત કરી છે.સાથે તે પણ જણાવ્યું કે આ નવી 1000 બસ અદ્યતન ટેક્નોલોજી BS -6 થી સજ્જ હશે જેનાથી પર્યાવરણ ની પણ રક્ષા થશે.આ ઉપરાંત રાજ્યમાં નાગરિકો-મુસાફરો માટે સ્વચ્છ પર્યાવરણપ્રિય પરિવહન સેવામાં એસ.ટી.નિગમ માં નવી 50 ઇલેક્ટ્રિક બસો પણ આ વર્ષે મુકાશે તેવી ઘોષણા મુખ્યમંત્રીશ્રી એ કરી છે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

873 views