
રિપોર્ટ-અલકા બુંબડિયા(kotdatimes.com)
07/10/2020
ઘણાં લાંબા સમય બાદ ગુજરાતના ખેડુતો માટે રાજ્ય સરકાર દ્વારા મોટો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.દેશના મોટા પ્રમાણના ખેડુતો ખેતી પર ગુજરાન ચલાવતા હોય તેવામાં મહત્વનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો જે ખેડુતો માટે ખુશીની વાત કહી શકાય.રાજ્ય સરકારે પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લીધો છે જેમાં ડાંગર-રૂ.1868,મકાઇ-રૂ.1850,મગ-રૂ.7196,અડદ-રૂ.6000,અને સોયાબીન-રૂ.3880 ના ભાવે ખરીદાશે.જ્યારે ડાંગર,મકાઇ,બાજરી માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તા-1/10/2020 થી તા.29/10/2020 સુધી કરી શકાશે.અને ખરીદી પ્રક્રિયા તા.16/10/2020 થી તા.31/12/2020 સુધી ચાલશે.આ સિવાય મગ,અડદ અને સોયાબીન માટે ઓનલાઇન નોંધણી કરવાની પ્રક્રિયા તા.12/10/2020 થી તા.31/10/2020 સુધી અને ખરીદી પ્રક્રિયા તા.2/11/2020 થી તા.30/01/2021 સુધી ચાલું રહેશે.