
રિપોર્ટ- અલકા બુંબડિયા(kotdatimes.com)
07/10/2020
અંબાજી,
કોરોના કપરા કાળમાં લોકડાઉન બાદ અનલોકમાં દેવાલયો અને શિવાલયોને દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાયા છે ત્યારે યાત્રાધામ અંબાજીને પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યુ છે ત્યારે યાત્રાધામ અંબાજીને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાતા કહી શકાય કે કોરોના ના કારણે યાત્રિકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે યાત્રાધામ અંબાજી મંદિરને સુવર્ણમય શિખર બનાવવા માટેની દાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

તેમજ લોકડાઉન બાદ અનલોકમાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્યા હતાં ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ સુચારુ વ્યવસ્થા દર્શનાર્થીઓ માટે કરી છે સેનેટાઈઝર સહિત સોશિયલ ડિસ્ટન્સ યાત્રિકો જાળવી શકે સહિત કોરોના રોગના સંક્રમણને ફેલાતો અટકાવવા માટેની વ્યવસ્થા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે ક્યાંક જી.આઇ.એસ.એફ ગાર્ડ દ્વારા થર્મલ ઘન થી ચેક કરતા હોય છે તો ક્યાંક સફાઈ કર્મચારીઓ દ્વારા મંદિરને સેનેટાઈઝર પણ કરવા માં આવતું હોય છે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે સુંદર વ્યવસ્થા કરી છે ત્યારે લોકડાઉન બાદ પણ અંબાજી મંદિરમાં દર્શનાર્થે આવી રહ્યા છે પણ કહી શકાય કે આ કોરોના કારણે જાણે કોરોના નું ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે હાલ પણ અંબાજી મંદિરે દર્શનાર્થીઓ માટે ખુલ્યું છે ત્યારે ક્યાંક એકલદોકલ યાત્રિકો અંબાજી મંદિરમાં દર્શન કરવા આવતા જોવા મળતા હોય છે.