વર્તમાન સમયમાં કૃષિની પરિસ્થિતી પર દંત્રાલ ના કિરણ ડાભી નો લેખ – જરૂર વાંચો

વર્તમાન સમયમાં કૃષિની પરિસ્થિતી
લેખ – કિરણ ડાભી (દર્શક)- Kotdatimes
૧૬/૯/૨૦૨૦

આપણો ભારત દેશ એ ” કૃષિ પ્રધાન ” દેશ છે. ગામડામાં વસતાં ગરીબ લોકોનો મુખ્ય આધાર ખેતી પર હોય છે. વર્તમાન
પરિસ્થિતીને જોતાં હાલમાં સમગ્ર વિશ્વમાં કૉવિડ-19 ‘કોરોનાં મહામારી ‘ને લીધે મોટા ભાગના ઉધ્યૉગ,કંપનીઓ,કારખાનાં બંદ હાલતમાં છે. તેથી છુંટક મજૂરી કરીને પોતાનું ઘર ચલાવતાં ગરીબ લોકોની પરિસ્થિતી દિન- પ્રતિ દિન વધારે ગંભીર બનતી જાય છે. તો બીજી બાજું ચોમાસા ને લીધે સતત એકધારો વરસાદ પડવાથી લોકોનાં સમતલ ખેતરોમાં પાક પાણીને લીધે ‘કૉહવાઈ ‘ રહ્યો છે, આના લીધે ખુબ જ મોટું નુક્શાન થઈ રહ્યું છે. બિચારા ગામના ગરીબ લોકો એવું કહી રહ્યા છે કે,અમે કમાવાં માટે ક્યાં
જશું, પોતનાં ઘરની જરૂરિયાતો કેવી રીતે પૂરી કરશું ? એ બહું મોટો પ્રશ્ન છે ? મકાઈ, અડદ, તુવેર, તલ,કપાસ આ બધું નાશ પામી રહ્યું છે.કપાસ પ્લોટ પણ સતત વરસાદનાં લીધે સારી
સારી રીતે આવતાં નથી.ખેડૂતો બિચારા નિરાધાર બની ગયા છે. પૈસા કયાંથી કાઢવાં ? આ લૉકડાઉંનમાં બધાં જ બહાર ભણતાં બાળકો પણ ઘરે છે.એમનું પણ ભવિષ્ય બગડી રહ્યું છે ,ખેડૂતોનું જીવન જ તો ખેતી પર નભતું હોય છે.તો આવી વિકટ અને વિપરિત પરિસ્થિતિથીમાં જો…. સરકાર દ્વારા કોઈ ખેડૂતોનાં હિત માટે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં ના આવે, અથવાં ખેડૂતોને રોજગારની તકો ના આપવામાં આવે તો, તેમની સ્થિતિ વધારે દયનીય બની જશે
તેવી સંભાવનાં છે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1,790 views