વર્ષાબેને સમાધિ લેવાની 26 ડિસેમ્બર પછી યોગ્ય નિર્ણય લેવા જણાવ્યું

રિપોર્ટ-પ્રકાશ ડામોર(kotdatimes.com)
23/12/2020

દાંતા,
બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલ ગ્રામ પંચાયત કેસરપુરાના બેગડીયાવાસ ગામમાં વર્ષાબેન માલાભાઈ જેઓએ કેટલાક દિવસો અગાઉ તારીખ 3/1/2021 ના રોજ સમાધિ લેવાનો નિર્ણય લીધો હતો.જેની બનાસકાંઠા જિલ્લાના સરકારી તંત્ર તરફથી જિલ્લા કલેકટર સાહેબ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડી.એસ.પી સાહેબે જણાવ્યું કે વર્ષાબેનને સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે તે ઉપર જણાવેલ તારીખ મુજબ તેઓને સમાધિ લેવાની પરવાનગી આપવામાં આવશે નહીં. વધુ વિગતો ઘટનાસ્થળ પરથી મળી આવી જેમાં તેમના પિતા માલાભાઈ કહે છે કે આ સમાધિ લેવા માટે સરકારી તંત્રે પરવાનગીને બિલકુલ નકારી દીધેલ છે.ત્યારે વર્ષાબેનનું કહેવું છે કે મારે સમાધિ લેવી કે ન લેવી તે હું આવનાર તા.26/12/2020 બાદ હું જે તે મારો જવાબ બધાંની સમક્ષ જાહેર કરીશ.વધુમાં ગ્રામ પંચાયત કેસરપુરાના સરપંચશ્રી વસંતભાઈની મુલાકાત લેતા તેઓએ જણાવ્યું કે હું વર્ષા બેનને સમાધિ લેવા નહી દઉં.ઉપરાંત વધુમાં સરપંચે જણાવ્યું કે વર્ષાબેન જે જગ્યા પર બેઠા છે તે જગ્યા પર તેમના પ્રાણ છૂટી જશે તો સરકારી તંત્ર સમક્ષ સમાધિ અમો સૌ મળીને આપીશું.હવે આપણે તે જોવું રહ્યું કે 26 તારીખ બાદ વર્ષાબેનનો આખરે શું નિર્ણય હશે? જે આવતા દિવસો પછી જાણવા મળશે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1,612 views