
રિપોર્ટ – વોટ્સ ગ્રુપ સંદર્ભ (Kotdatimes)
૭/૬/૨૦૨૧
ભારતીય બંધારણની 5 મી અનુસુચિના વિસ્તાર માટે અનુચ્છેદ 13(3) ક અને અનુચ્છેદ 244(1) ની જોગવાઈ મુજબ વિજ્યનગર તાલુકાના ખારીબેડી ગામે નવ રચિત રૂઢિગત ગ્રામસભાની પ્રથમ બેઠક આજ 6 જુન, રવિવાર ના રોજ યોજાઈ હતી.ખારીબેડી રૂઢિગત ગ્રામસભાના મુખી શ્રી ભગાભાઈ બદાભાઈ રાયણીયાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક માં વિવિધ સમીતીઓની રચના કરવામાં આવી હતી.

જેમાં શિક્ષણ સમીતી, વિકાસ સમીતી, ન્યાય સમિતિ, મહિલા સશક્તિકરણ સમીતી, સલાહકાર સમિતિ, હિસાબ સમીતી વગેરે સમીતીઓની રચના કરવામાં આવી હતી.ખારીબેડી રૂઢિગત ગ્રામસભા ની આ બેઠકમાં વિશેષ આમંત્રીત તરીકે શ્રી જગદીશભાઈ તરાલ, શ્રી રવજીભાઈ પાંડોર, શ્રી અમરતભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યાં હતા.