
રિપોર્ટ-હરેશભાઈ રાઠોડ(kotdatimes.com)
08/10/2020
વિરમપુર પંથકમાં અવાર-નવાર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આજ સાંજે 5.30 વાગ્યાના સુમારે બાલારામ-અંબાજી હાઇવે પર ધનપુરા ગામના પાટીયા પાસે પાલનપુર અને વિરમપુર બન્ને તરફથી આવી રહેલ બાઇકો GJ 08CD-5517 અને GJ24-05796 સામસામે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો ત્યારે બન્ને મોટરસાઈકલ પર સવાર 4 વ્યક્તિઓને ભારે ઇજાઓ થવા પામી છે જેમાં બન્ને બાઇક ચાલકો અને એક વ્યક્તિ વધુ ઇજાગ્રસ્ત થતા કુલ 3 વ્યક્તિઓને 108 દ્વારા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે ત્યારે જાણવા મળ્યું છે કે એક બાઇક ચાલક કાનપુરા ગ્રામપંચાયત સરપંચના પતિ ખોખરીયા સાયબાભાઈ જેમના બન્ને પગો ફ્રેક્ચર થયેલ જણાતા હોઇ જ્યારે બીજા બાઇક ચાલકને પણ ઇજાઓ વધારે થવા પામી છે જેઓ પેડચોલી ગામના વતની હોવાનુ બહાર આવ્યુ છે.