વિશ્વ આદિવાસી દિવસ પર અમીરગઢ તાલુકાના આદિવાસી યુવાનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો

રિપોર્ટ-હરેશભાઇ રાઠોડ લેખ – અલ્કા બુંબડિયા (kotdatimes) 09/08/2020   વિશ્વ આદિવાસી દિવસ એટલે કે આદિવાસી સમાજ માટે જાણે દિવાળીનો દિવસ,આમ આજના દિવસે દર વર્ષે પુરા વિશ્વમાં આદિવાસી દિવસની ધૂમ-ધામથી ઉજવણી કરવામાં આવે છે,પરંતુ આ વર્ષે કોરોના-19 વૈશ્વિક મહામારી જેવી ગંભીર બિમારીને ધ્યાનમાં રાખી ભારત સરકાર દ્વારા દરેક નાના-મોટા કાર્યક્રમો  કે તહેવારો અથવા તો પ્રસંગો મોકૂફ રાખેલ છે.તેથી વિશ્વ આદિવાસી દિવસની પણ ધુમ-ધામથી નહી પરંતુ સમાજરૂપી કાર્ય કે પ્રકૃતિને ફળદાયક નિવડે તેવા પ્રયત્નો સાથે નાના-નાના કાર્યો કરી આપણા દેશમાં દરેક સ્થળે ઉજવણીઓ કરવામાં આવી છે. તો આજે બનાસકાંઠા જીલ્લામાં આવેલ અમીરગઢ તાલુકાના રામપુરા વડલા ગૃપગ્રામ પંચાયતમાં આદિવાસી સમાજના આગેવાન ડામોર ઇશ્વરભાઇના માર્ગદર્શન હેઠળ સૌ પ્રથમ વખત 1,111 વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું હતું.આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં આદિવાસી સમાજના યુવાઓ આદિવાસી પોશાકના પહેરવેશ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમાજના સેવકો,સરપંચશ્રીઓ,તાલુકા જિલ્લાના સદસ્યશ્રીઓ,સમાજના સરકારી કર્મચારીઓ તેમજ ગામના આગેવાનો,કાર્યકર્તા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવ્યો હતો.આ ઉપરાંત ઇશ્વર ડામોરે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસ એ અમારા માટે ખુબ અગત્યનો છે કારણ કે આ દિવસ અમે સૌ આદિવાસી ભાઇઓ ભેગા મળી ખુબ ધૂમધામથી ઉજવતા હતા પરંતુ આ વખતે ખુબ સાદગીથી ઉજવણી કરીએ છીએ કેમ કે પ્રકૃતિ છે તો આદિવાસી છે અને આદિવાસી છે તો પ્રકૃતિ છે તેવા ઉદ્દેશથી અમે આજે એક હજાર એકસો અગિયાર વૃક્ષોનું રોપાણ કરી પ્રકૃતિના ખોળામાં એક અનેરી પહેલ કરી છે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1,016 views