સસુરાલ પક્ષ ના ત્રાસ થી આદિવાસી રીના ની આત્મહત્યા કે મર્ડર ?

સસુરાલ પક્ષ ના ત્રાસ થી આદિવાસી રીના ની આત્મહત્યા કે મર્ડર ?
રિપોર્ટ – પ્રકાશ ડામોર
૯ મે ૨૦૨૧ (kotdatimes.com)

દહેજ ના કારણે એક વહુને પરેશાન તથા કેસ તો ઘણા સાંભળવા મળે છે,અને સાથે સાથે આજનો જે સમય છે ત્યાં તો વહુ સાસુ ને ભારી પડે છે.પણ ઘણી વાર કંઈક જુદું પણ જોવા મળી આવે છે.જેમકે સાસુએ વહુને કરી પરેશાન હવે વહુ પતિ ને કહેશે કે આતો આ ડોકરી ઘરમાં રહેશે અથવા હું.ત્યારે દીકરો મજબૂરન પોતાની માં ને વૃદ્ધ આશ્રમ મેં મૂકી આવે કે પછી ઘરે થી કાઢી મૂકે.

આજની ઘટના એક બીજા પ્રકાર ની છે જ્યાં સાસુ અને નંણદ તથા જેઠ -દેવર થી પરેશાન વહુ પોતાને આ દુનિયા થી મુક્તિ કરી દેવાનું કદમ ઉઠાવી લે છે.હા મિત્રો આ ઘટના સાચી છે અને આ ઘટી છે,સાબરકાંઠા જિલ્લા ના ખેડબ્રહ્મા તાલુકા માં આવેલ ખેરોજ પોલીસ સ્ટેશન ની હદ માં.ખેરોજ પોલીસ સ્ટેશન થી કરીબ ૨ કિલોમીટર દૂર ખેરોજ પેટ્રોલ પમ્પ પાછળ આવેલ વડલાની ઝાડ પર તારીખ ૨૮ અપ્રૈલ ૨૦૨૧ ના રોજ એક યુવતી ની લાશ લટકતી હાલાત મેં જોવા મળી.કથિત જાણકારી મુજબ આ લાશ તોરણીયા નિવાસી ગેના ભાઈ ની પુત્રી રીના ની બતાવવામાં આવી હતી.જેનો વિવાહ આજથી કરીબ ત્રણેક વર્ષ પહેલા ખેરોજ નજીક આવેલ ગામ ચાંગોદ ના ભેમાભાઈ સાથે કરવામાં આવ્યો હતો.

ખેરોજ પોલીસ સ્ટેશન માં દર્જ FIR મુજબ મૃતક રીના ના પિતા ગેના ભાઈ બૂમબડીયા નું કેહવું છે કે મારી દીકરીને છોકરા ના હોવા ના કારણે એને વાંઝણી કહી તથા લખી ના શકાય એવા શબ્દો થી પરેશાન કરવામાં આવતી હતી.એવું અમારી દીકરીએ ૨૮ તારીખ ના હું અને અમારી પત્ની તથા મારી નાની દીકરી તેના ઘરે ગયા હતા ત્યારે અમને બતાવ્યું હતું.અમે સવારે કરીબ ૧૧ વાગ્યા પછી અમારા ગામ આવી ગયા હતા ને અમને રાત્રે અમારા જમાઈ નો ફોન આવ્યો ને અમને પૂછ્યું કે રીના ઘરે આવી છે. અમે ના પાડી.અમને શક થયો એટલે અમે રીક્ષા ભાડે કરીને ચાંગોદ જોવા ગયા. પણ અમને સમાચાર મળ્યા કે રીના ની લાશ ખેરોજ પેટ્રોલ પમ્પ પાછળ લટકેલ છે.તો અમે પાછા આમારા ગામ તરફ વળી ગયા.એજ રાત્રે ગામના લોકો પણ જોવા ગયા અને પછી બીજા દિવસે સમાજ ના લોકો સાથે ઘટના સ્થળ ગયા હતા.મારી દીકરીને માનસિક અને શારીરિક ત્રાસ આપી તેને આત્મહત્યા માટે મજબૂર કરી છે. એવું કહી કાયદા અનુસાર કારેવાહી કરવાનું કહ્યું છે.

લટકેલ લાશ ને જોવાથી આત્મહત્યા નથી લાગતી ? એટલે આ પ્રશ્ન પણ થાય છે કે શું ખરેખર રીનાએ પોતે આ કદમ ઉઠાવ્યું હશે ?
આ ઘટના ની પોલિસ વિભાગ દ્વારા ખોજબીન સાથે તપાસ ચાલુ છે. વધુ માહિતી મળતા આના વિશે આપણે જણાવામાં આવશે.

આપ સહૂ વિચારો કે આવું કેમ ?
કેમ રીના ને આત્મહત્યા કરવી પડી ?
કોઈ સ્ત્રી ને છોકરા ના થાય એટલે શું તેને મરી જવું જોઈએ ? કે પછી તેને મારી નાખવાની હોય આપણા સમાજ માં આ બધું શું થઇ રહ્યું છે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1,472 views