સાંંઢોસી ગ્રામપંચાયતના સરપંચ દ્વારા અપાયું લેખિત સ્ટેટમેન્ટ

રિપોર્ટ – પ્રકાશ ડામોર(kotdatimes)
25/09/2020

ગત કાલના રોજ દાંતા તાલુકાના સાંઢોસી ગ્રામપંચાયતના સરપંચ પર ગામના લોકો તેમજ શ્રીમતી અન્નપૂર્ણાબેન ડાભી દ્વારા ગ્રાન્ટો,મનરેગા યોજના,વાસ્મો પાણીના પ્રશ્નો તેમજ વિકાસને લઇને કૌભાંડ અને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરેલ જે કોટડાટાઇમ્સ ન્યુઝમાં આર્ટીકલ પબ્લિશ કરવામાં આવ્યો.જેને લઈ સાંંઢોસી ગ્રામપંચાયતના સરપંચ દ્વારા આજે તારીખ-25 સપ્ટેબરના 2020 ના રોજ કરેલા આક્ષેપો તદ્દન ખોટા અને પાયા વિહોણા છે તેવું સ્ટેટમેન્ટમાં લખી આપેલ છે.આ ઉપરાંત સરપંચે બાહેંધરી આપી છે કે આક્ષેપો ખોટા હોવા છતાં જો કોઇ યોગ્ય એજન્સી દ્વારા તપાસ કરવામાં આવશે તો અમો ગ્રામપંચાયત દ્વારા પુરતો સાથ-સહકાર આપીશું અને જો કોઇ સ્થળે કોઇપણ પ્રશ્ન થયેલ હશે તો તેના પર ધ્યાન આપવામાં આવશે.સાથે શ્રીમતી અન્નપૂર્ણાબેન ડાભીએ RTI ની માહિતી ગ્રામપંચાયત પાસે માંગેલ હતી તે પંચાયત દ્વારા સમયસર પુરી પાડવામાં આવેલ છે,તેથી આ અંગેનો કોઇ પ્રશ્ન રહેતો નથી.અને જ્યારથી અમો સરપંચ તરીકેની ફરજ પર છીએ ત્યારથી કોઇ ભ્રષ્ટાચાર થયેલ નથી તેમજ જે કોઇ કામગીરી થયેલ છે તે એસ્ટીમેન્ટ મુજબ જ અમોએ કરેલ છે.અને જે અમારા ઉપર અન્નપૂર્ણાબેન ડાભી દ્વારા આક્ષેપો મુકેલ તે તદ્દન ખોટા છે.
આ સ્ટેટમેન્ટ ફક્ત ગ્રામ પંચાયતના સરપંચ તરફથી આપવામાં આવેલ છે.ખરેખર હકીકત શું છે,તેની વિગતવાર માહિતી બહાર લાવવા માટે કોટડાટાઇમ્સ ન્યુઝ પુરી કોશિશ કરી રહી છે.જે પણ માહિતી મળશે અમારી ન્યુઝ દ્વારા તમારા સુધી જલ્દી પહોચાડવામાં આવશે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1,236 views