
રિપોર્ટ-અલકા બુંબડિયા(kotdatimes.com)
30/11/2020
આજ રોજ સાણંદ જંક્શન અને સિંધુ ભવન ચાર રસ્તા પર નિર્માણ પામેલ ફ્લાય ઓવરબ્રિજનું માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ્ં હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવશે.જેમાં ગુજરાત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહેશે.અમદાવાદ શહેરના માર્ગો પર સૌથી વધારે ટ્રાફિક અને અકસ્માતોની સમસ્યાઓ આજથી ટળશે. 71 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ બન્ને ફ્લાય ઑવરબ્રિજ ને ગૃહમંત્રી દ્વારા આજ રોજ 10.30 કલાકે ઇ-લોકાર્પણ કરવામાં આવશે.