
રિપોર્ટ-પ્રકાશ ડામોર
લેખ – અલ્કા બુંબડિયા (kotdatimes)
10/09/2020
ખેડબ્રહ્માં
ખેડબ્રહ્મા તાલુકાના પાટડીયા ગામના વોગામાં વહેતા પાણીમાંથી તરતી હાલતમાં લાશ મળી આવી હતી.અચાનક લાશને તરતા જોઈ ગામના લોકોએ બધાને જાણ કરતાં હોબાળો મચી જવા પામ્યો હતો.આજુબાજુ ઘટનાની જાણ થતાં વૉગા(નાળા) કિનારે લોકો દોડી આવ્યા હતા.આ વાતની જાણ પોલીસ સ્ટેશને કરતા પોલીસ કર્મીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.મૃતકની લાશને બહાર કાઢતા ગામના જ વતની દાવડા પિન્ટુભાઇ બબાભાઇની લાશ હોવાનુ જાણવા મળતા પરિવારમાં હાહાકાર મચી ગયો હતો.આ ઘટના વિશે મૃતકના ભાઇ દાવડા સુરેશભાઈને પુછતા તેમણે આકરા પ્રહારો સાથે જણાવ્યુ કે મારા ભાઈની હત્યા કરી લાશને પાણીની અંદર ફેંકી દેવામાં આવી છે કારણ કે પાણીમાં ડુબી જવાથી માથામાં,કાને તથા ગળામાં કે પેટની નીચેના ભાગે ઇજાઓ નહી થાય.

વધુમાં કહે છે કે ઘણાં સમયથી અમારે જમીન બાબતે ઝગડાઓ થયેલા છે તે વખતે ધમકીઓ પણ આપેલી છે.ખરેખર આ ઘટના ક્યાં કારણથી થઈ તે જાણવાના પ્રયાસો પોલીસ કરી રહી છે.અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ કોઇ કારણ જાણી શકાશે.વધુમાં મૃતકની એક દિકરી વર્ષ-1 પિતાની છત્રછાયા તેમજ પત્નીએ પતિનો સાથ ગુમાવ્યો છે.