સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં સેવા સદન ખાતે 74વાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટ-નવજીભાઇ ડાભી લેખ ટાયપીંગ – અલ્કા બુંબડિયા  (Kotdatimes) 15/08/2020 પોશીના -આજે આપણા દેશમાં વિવિધ જગ્યાએ 15મી ઑગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે.આપણો દેશ 15મી ઑગસ્ટ 1947 ના રોજ આઝાદ થયો ત્યારથી દરવર્ષ આ દિન ધામધૂમથી ઉજવાય છે.પરંતુ 2020મું વર્ષ એટલે કે ભારત સહિત દુનિયાના ઘણાબધાં દેશો કોરોના વાયરસ જેવી અતિગંભીર કહી શકાય તેવી મહામારી સાથે ઝઝુમી રહ્યા છે.તેવામાં આ મહામારીને ધ્યાને લઈ આપણા દેશમાં આઝાદીનો દિવસ ખુબ સરળતાથી ઉજવાયો છે. જેમાં સાબરકાંઠાના જિલ્લાના પોશીના તાલુકામાં આવેલ સેવાસદન ખાતે સ્વાતંત્ર્ય દિવસ પર પોશીના મામલતદાર શ્રી ગોતિયા સાહેબના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉપસ્થિત દરેક વ્યક્તિ દ્વારા સલામી આપી ઉજવણી કરવામાં આવી હતી.અને 15મી ઑગસ્ટ નિમિત્તે દરેકને સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને માસ્કનો ઉપયોગ કરી ભીડભાડ વાળી જગ્યાઓ પર નહી જવા પ્રેરીત કર્યા હતાં.આ કાર્યક્રમમાં પોશીના તાલુકાના T.D.O, મામલતદાર શ્રી,પૂર્વ પ્રમુખ,પોશીનાના સરપંચ શ્રી,તેમજ ફોરસ્ટ અધિકારીઓ તથા હોમગાર્ડ યુનિટના જવાનો ઉપસ્થિત રહ્યાં હતા.ઉપરાંત કોરોના મહામારીને ધ્યાને લઈ આરોગ્ય વિભાગ સ્ટાફના કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્કેનિંગ કરી સૅનેટાઇઝર કરવામાં આવ્યું તેમજ પોશીના ગ્રામપંચાયત દ્વારા પધારેલ લોકોને માસ્ક વિતરણ કર્યું હતું.તેમજ કોરોના વોરિયર્સ તરીકે કામગીરી બજાવેલ કર્મચારીઓને તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.અને આરોગ્ય કર્મચારીઓ,ગ્રામપંચાયતના તલાટી શ્રી તથા વિવેકાનંદ મંડળના સંયોજક પ્રજાને પણ પ્રમાણપત્ર દ્વારા સન્માન આપવામાં આવ્યું હતું.અંતમાં સેવાસદન કમ્પાઉન્ડમાં વૃક્ષો વાવી કાર્યક્રમને પૂર્ણવિરામ આપ્યું હતું

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1,084 views