સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દેમતી ગામે ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટથી ઘર બળીને ખાખ

Kotdatimes (28/3/22) પ્રકાશ ડામોર

આપને જણાવી દઇએ કે પોશીના તાલુકાના રમેશભાઈ કેશરાભાઈ ના દેમતી ગામે (કાંઠા) ફળીમાં ઘરમાં આગ લાગવાથી મોટું નુકસાન થયું છે. તેવું જાણવા મળી રહે છે. અને બે પશુ તેમજ ઘરવખરી ઝર ઝવેરાત જેવો સામાન બળીને ખાખ થઇ ગયો છે.

આપને ચોક્કસ પણે જણાવી દઈએ કે શોર્ટ સર્કિટથી આગ લાગતા બળદ બકરી તેમજ ૬૦૦ કિલો ગ્રામ જેટલા ઘઉં અને ઝવેરાત બળીને ખાખ થઇ ગયેલ છે તેવું જાણવા મળી આવે છે. અને રમેશભાઈ ઘર માલિક પોતે જણાવી રહ્યા છે કે હું ઇડર તાલુકાના વાસ ગામ એ ભાગમાં મજૂરી અર્થે ગયેલા અને મારા પાડોશીએ બલુભાઈ ચુનાભાઈ પરમાર ટેલિફોન દ્વારા જાણ કરી અને તેઓને કહેલ કે તારા ઘર આગ લાગી છે.

અને ઘરે પહોંચતા પહેલા બળીને ખાખ થઈ ગયું છે. અને ચોક્કસ પણે વાત કરીએ તો ગરીબ હેઠળ પરિસ્થિતિ માં જીવતા રમેશભાઈ પર મોટો પહાડ તૂટી પડ્યો હોય તેવો દુઃખી નો માહોલ સર્જાયો છે. અને ઈલેક્ટ્રીક સર્કિટ થયેલ નુકશાન ની તપાસ કરવા ખેરોજ પોલીસ સ્ટેશન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી તપાસની માગ કરી છે. અને ખેરોજ પોલીસ સ્ટેશનના કર્મીઓએ આ તમામ ઘટના બાબતે તપાસ હાથ ધરી છે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

257 views