સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના માલવાસ ગામે વર્ષોથી રસ્તાની સમસ્યા

રિપોર્ટર- પ્રકાશ ડામોર(Kotdatimes.com)
૧૨/૪/૨૦૨૨

પોશીના તાલુકાના મીઠીવેડી ગામ થી માલવાસ સુધી ચાર કિલોમીટર રસ્તો છે. આ રસ્તો કાચી માટીનો બનાવેલ છે. અને પાકો રસ્તો વર્ષોથી બનતો નથી તેવું ગામ લોકો જણાવી રહ્યા છે. આ ગામની અંદર 500 ઘર ની વસ્તી વસવાટ કરતી હોય છે.

નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ વડાપ્રધાન જણાવી રહ્યા છે. કે ઘર સુધી લોકોને રસ્તા પહોંચાડો અને સરકાર તરફથી અનેક પ્રકારની યોજનાઓમાં નવા પાકા રસ્તાનું બાંધકામ થઈ શકે છે.પણ આ ગામની અંદર લોકો વર્ષોથી રસ્તો બનવા ની વાટ જોઈ રહ્યા છે.

રસ્તો ક્યારે બનશે?
ગામલોકો જણાવી રહ્યા છે કે ચૂંટણી આવે ત્યારે અમારી પાસે વોટ ભીખ માગવા આવે છે. તમારો રસ્તો બની જશે અમને ફક્ત વોટ આપો તેવું આશ્વાસન આપે છે. પણ હજી સુધી રસ્તો બન્યો નથી. સરપંચ થી લઈને ધારાસભ્ય સુધી. લેખિત મૌખિક રજૂઆતો કરી સે તેમ છતાં હજુ પણ આ રસ્તો બનાવ્યો નથી. બીમાર દર્દીને દવાખાને લઈ જવા માટે એક લાકડા થી કપડું બાંધી ને લઈ જતા હોય છે. દવાખાને લઈ જતા દર્દીને વધારે તકલીફ હોય તો પગદંડી વાટે જ મૃત્યુ પામે છે. અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને ચોમાસામાં નીકળવું મોટી મુશ્કેલી લાગે છે.


કોંગ્રેસ કે ભાજપ ની ચૂંટણી આવે તો વોટ કરવા ના નથી. ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ તેવું જણાવી રહ્યાં છે. આ રસ્તો ક્યારે બનશે તે માટે ગામ લોકોમાં અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે.?

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

389 views