
રિપોર્ટર-પ્રકાશ ડામોર
Kotdatimes.com (16/4/22)
આદિવાસી યુવક – યુવતીઓ મેળો નિહાળવા ટોળે ટોળા ઉમટી પડ્યા હતા
આંબામહૂડા ગામે ચૈત્ર માસની પુનમે ભીમ ભાલકાનો મેળો ભરાયો હતો. આ મેળામાં રાજસ્થાન બનાસકાંઠા અને પોશીના પંથકમાંથી આદિવાસી ગરાસીયા લોકો ઉપસ્થિત રહી મેળાની મજા માણી હતી. આ મેળામાં આદીવાસી ગરાસીયા લોકો માં આજે પણ ભાતીગળ પહેરવેશ અને ચાંદીના આભૂષણ રહ્યું છે.

આંબામહૂડા ગામે યોજાયેલ ભીમ ભાલકાના મેળા માં અનેક આદિવાસી ગરાસીયા મેળામાં અવનવી મનપસંદ વસ્તુઓને ખરીદી કરવા આવતા હોય છે. યુવક યુવતીઓ લોક ગીતના સથવારે મેળાની મજા માણી હતી. ડુંગરી ભીલ ગરાસીયા અને આદિવાસી ભીલ લોકોની ભાતીગર સંસ્કૃતિ આજે પણ અંક બંધ છે.

આ મેળો યોજવા પાછળ એવી લોક વાયકા છેકે પાંડવકાળ માં આબુના પહાળોમાં રહી ભીમે મેળાની જગ્યાએ પર દેવીઓ ચૈત્રી નવરાત્રી નિમિતે ગરબા ગાતા હતા. ત્યારે એકાએક ભીમને વિચાર આવ્યો હતો કે જંગલમાં અજવાળું શાનું છે તેથી તેની ચકાસણી કરવા ભીમે આબુ પહાડ પરથી ભાલો ફેંક્યો હતો આજે પણ પથ્થરો અવશેષો રૂપે ખૂપેલો છે જેને આદિવાસી ગરાસીયા લોકો પુજા અર્ચના કરે છે. આ મેળા ને લોકો આશ્રમ વાળા મેળા ના નામ થી પણ ઓળખે છે.

આ મેળો આદિવાસી લોકજીવનની અનોખી સાચી ઓળખ સમાન છે. મેળાની પૂર્વ સંધ્યાએ ઢોલ વાગે છે ત્યારે આ વિસ્તારના ગામડાઓના આદિવાસી ભાઇઓ બહેનો અને બાળકોને ખબર પડે છે કે મેળો ભરાવવાનો છે.

ડુગરી ભીલોના ઘાર્મિક અને સામાજીક ઉત્સવમાં ઢોલ નું અનેક અનોખું મહત્વ રહેલું છે ભીમ ભાલા ના મેળા.ની મજા માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં. આ દરમિયાન પોશીના પોલીસ સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.