સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના માલવાસ ગામે ગૌર માતા નો મેળો ભરાયો.

રિપોર્ટ-પ્રકાશ ડામોર( Kotdatimes.com)૧૭/૫/૨૨

પોશીના તાલુકાના માલવાસ ગામે આજરોજ મેળો ભરાયો હતો. આ મેળો આદિવાસીઓ માટે અનોખો એક તહેવાર માનવામાં આવે છે. આ માલવાસ ગામે મેળો ભરાય છે તે સ્ટેટ ના સમયે અંગ્રેજો વખતનો આ મેળો ભરાતો હોય છે તેવું જાણવા મળી આવે છે. વસતાભાઇ હુસાભાઈ ધ્રાગી ગામના મુખી હતા.

તેઓ આ મેળાને ઉત્સવ સંભારંભ કરતા હતા તેઓના મણીબેન તેમની દીકરી દ્વારા જાણવા મળી આવે છે. તેઓને ફક્ત દીકરીઓ જ ત્રણ હતી દીકરાઓ ન હતા તે માટે આ ગૌર માતાની બાધા લીધી હતી અને તેમની બીજી ધર્મપત્ની લાવી અને પત્ની આ ગૌર માતાની બાધા લીધી ત્યારે તેમના સંતાન ત્રણ દીકરાઓ થયા હતા તેવું જાણવા મળી આવે છે.

અને ગામના લોકો મા બેન દીકરીઓ ને જે સંતાન ન પ્રાપ્ત થતા હોય તો ગૌર માતાની બાધા લીધા પછી સંતાન પ્રાપ્ત થાય છે તેવું મણીબેન દ્વારા જાણવા મળી આવે છે આદિવાસી સમાજના પરંપરાગત પ્રમાણે ગૌર માતા તેમજ મહાદેવ સાથે માનીતો આ મેળો ભરાતો હોય છે.

ગૌરૈયા ઉપવાસ પણ કરવામાં આવે છે. અને આ મેળામાં ઢોલ નગારા તેમજ શરણાઇ સાથે વરઘોડો કાઢી ને ગૌર માતા નો મેળો મોજથી નાચગાન કરીને તેમજ ગોર માતા ના આદિવાસી ભાષામાં ગીતો ગાઈ ને મેળો કરવામાં આવ્યો હતો.

અને હાલમાં આ ગામના સરપંચ રૂમાલભાઈ ધ્રાગી મણીબેન તેમજ ગામના આગેવાનો સહિત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

297 views