
રિપોર્ટ-નવજીભાઇ ડાભી( kotdatimes)
01/10/2020
પોશીના તાલુકામાં સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સાબરડેરી હિંમતનગર દ્વારા પોશીના કલ્સ્ટર ખાતે બલ્ક મિલ્ક કુલિંગ લગાડવામાં આવ્યું.જેનો આજથી આરંભ કરવામાં આવ્યો છે.અહિયાં તાલુકાની તમામ ડેરીઓનુ દૂધ આવશે જેનો સંગ્રહ મિલ્ક કુલિંગ યુનિટમાં કરવામાં આવશે.

પોશીના તાલુકામાં પહેલીવાર દૂધ વ્યર્થ ના જાય તે હેતુથી સાબરડેરી હિંમતનગર દ્વારા મિલ્ક કુલિંગ લગાડવામાં આવ્યું છે.પોશીના વિસ્તારની દરેક ડેરીઓનું દૂધ ખેડબ્રહ્મા મોકલવામાં આવતુ હતું જે હવે બન્ને ટાઈમનુ દૂધ પોશીનામાં જ કુલિંગ થશે.પોશીના,લાખીયા,પડાપાટ,દંત્રાલ,કોલંદ, ચેદ્રાણા,ગંછાલી,પીપળીયા જેવાં કેટલાક ગામોથી દૂધ આવશે.આ ઉપરાંત નવી ડેરીઓ ચાલું થવાની પણ શકયતા છે જે આસપાસ વિસ્તારના પશુપાલકો,દૂધઉત્પાદકો માટે ખુશીનો વિષય છે.
આ સિવાય અહિયાના કર્મચારીઓ,સ્ટાફ,દૂધ ઉત્પાદકોમાં ઉત્સાહ પણ જોવા મળી આવ્યો.અને દૂધ ઉત્પાદક સંઘ દ્વારા આ એક યોગ્ય કહી શકાય તેવું પગલું ભરેલુ ગણાવી શકાય.