સાબરમતી નદીમાંથી રેતી ભરી અંબાજી જતા ટ્રેકટરો હડાદ પોલીસ સ્ટેશન સામે ઝડપાયા

રિપોર્ટ-પ્રકાશ ડામોર(kotdatimes)
27/09/2020

હડાદ
સાબરમતી નદીમાંથી ટ્રેકટરો કે ટ્રકોમાં અવાર-નવાર રેતીભરી આજુબાજુના વિસ્તારોમાં રેતીનો ગેરકાનુની વેપાર કરવામાં આવે છે.ત્યારે આજે નદીમાંથી બે ટ્રેકટરો કોઇ રોયલ્ટી પાસ વગર ગેરકાનુની રીતે રેતી ભરી અંબાજી તરફ જતા હાઇવે પર હડાદ પોલીસ સ્ટેશન સામે ઝડપાઈ આવ્યા છે.
ટ્રેક્ટર GJ-08.AE4031 અંબાજીના બિહારી પરેશભાઇ અને ડ્રાઈવર રમણભાઈ ધરમાભાઈ કોદરવી.જ્યારે GJ-08/BH1022 ના માલિક મહેશભાઇ જોષી અંબાજી તથા ડ્રાઈવર પરમાર અજીતભાઈ અમૃતભાઈ હોવાનું જાણવા મળ્યું છે.જેઓ આજે સાબરમતીથી રેતીનો બિઝનેસ કરવા માટે અંબાજી તરફ લઈ જઇ રહ્યા હતા.નદીની રેતી તે સરકારની માલિકી ગણાય છે .જો કે આવી જ રીતે ગેરકાનુની રેતીનો વેપાર થતો રહેશે તો સરકારને મોટું નુકશાન થવાનો સંભવ છે,જેથી આવા ગેરકાયદેસર રેતીના વેપારો થતા સરકારને અટકાવવા પ્રયત્નશીલ બનવું જરૂરી છે.આ ઉપરાંત રેતીનો વેપાર કરવા માટે મામલતદારશ્રી અને જિલ્લા કલેકટરશ્રી તરફથી રોયલ્ટી પાસ આપવામાં આવે છે.જે રેતીનો વેપાર મોટા પ્રમાણમાં ટનઑવર કરવા માટે લેવામાં આવે છે પરંતુ ભુ-માફિયાઓ પાસ લેતા નથી.જ્યારે આ અંગે બન્ને ટ્રેકટરોના ડ્રાઇવરો સાથે પુછપરછ કરતાં ડ્રાઇવર કહે છે કે રોયલ્ટી પાસ અમને સરકાર તરફથી આપવામાં જ નથી આવતા અને અમને આ વિશે વધારે માહિતી નથી ખબર જે સરકારશ્રીની જ લાપરવાહી કહી શકાય.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

966 views