સ્લગ-કાર્તિકી પૂનમના દિવસે અંબાજી મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે

રિપોર્ટ-અલકા બુંબડિયા(kotdatimes)
29/11/2020

અંબાજી,
દેશમાં વધતા કોરોના સંક્રમણને લઈ સરકાર તહેવારોમાં વધારે ભીડ ના થાય અને કોરોનાને અટકાવવા માટે મંદિર અને મસ્જિદ ને પણ બંધ કરે છે.ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરની વાત કરીએ તો કાર્તિકી પૂનમના દિવસે ભક્તો માટે ખુલ્લું છે.પરંતુ ભક્તોને નિયમ સાથે અને સરકારની ગાઈડલાઈન મુજબ મંદિરમાં દર્શન કરવા પડશે તેવા નિયમો સાથે મંદિરના દ્વાર ખુલ્લા મૂકવામાં આવ્યા છે.અંબાજી મંદિર 30 નવેમ્બર સોમવાર ના રોજ પૂનમના દિવસે માઇ ભક્તો માટે ખુલ્લું છે. ત્યારે સોમવાર પૂનમ ના દિવસે સવારે 6-કલાકે માતાજી ની મગલા આરતી થશે,તેમજ 6:30 કલાકે ભક્તો માટે દર્શન ચાલુ રહેશે. અને 11:30 થી 12:30 સુધી મંદિર બંધ રહશે .ત્યારબાદ બપોરે 12:30 થી 4:15 સુધી ફરીથી દર્શન ચાલુ રાખવામાં આવશે.જ્યારે સાંજે 4:15 થી 6:30 સુધી બંધ રહશે.સાંજ ની આરતી થયા બાદ ફરી 6:30 થી રાત્રિના 9 કલાક સુધી અંબાજી મંદિર ભાવિભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે. આ સાથે અંબાજી મંદિર ના ભટ્ટજી મહારાજ દ્વારા દર્શને આવતા ભાવીભક્તો ને માસ્ક અને સરકાર શ્રી ની ગાઈડલાઈન નું પાલન કરી દર્શન કરવાની અપીલ કરવામાં આવી છે.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

626 views