હડાદ પોલીસે માસ્ક ન પહેરનાર પોલીસ કર્મીને ફટકાર્યો દંડ

રિપોર્ટ-પ્રકાશ ડામોર(kotdatimes)
24/12/2020

દાંતા,
બનાસકાંઠાના દાંતા તાલુકામાં હડાદ પોલીસ માસ્ક ન પહેરનારને દંડ વસૂલ કરતી હતી ત્યારે આજરોજ વડોદરા જિલ્લાના દેશર તાલુકાના વરછડા ગામના કિરણસિંહ લક્ષ્મણસિંહ પરમારને માસ્ક ન પહેરવાના કારણે દંડ ભરવા પોલીસ કર્મી જીગરભાઈ એ જણાવતા તેમને સામે કહ્યું કે હું પણ પોલીસ સ્ટાફમાં ગણાઉ છું તેથી દંડ થોડો ઓછો કરો.સાથે તેમણે પોતાનું પોલીસ આઇ.ડી કાર્ડ પણ બતાવ્યું હતું.જેઓ એ દેશરમાં GID માં નોકરી કરતા હોવાનુ જણાવ્યું હતું.ઉપરાંત તેઓએ હડાદ પોલીસને દંડ ન કરવા તેમજ પાવતીમાં નામ પણ લગાવવાની મનાઇ ફરમાવી હતી.પરંતુ હડાદ પોલીસે કંઈ પણ સાંભળ્યાં વગર પોતાની ફરજ બજાવી આજે GID પોલીસ કર્મીને પાવતી આપી દંડ વસુલ કર્યો હતો.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1,187 views