હડાદ પોલીસ સ્ટેશન કચેરી દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માસ્ક ફરજીયાતનો મહત્વનો નિર્ણય લીધો

રિપોર્ટ-પ્રકાશ ડામોર
25/11/2020 (કોટડા ટાઇમ્સ)

દાંતા તાલુકાના હડાદ પોલીસ સ્ટેશન કચેરી દ્વારા કોરોના વાયરસના કેસોના વધતા સંક્રમણને ધ્યાને લઈ અત્યંત જરૂરી અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે હડાદ ખાતે આજરોજ જાહેર જનતાને માસ્ક ફરજિયાત પહેરી સોશીયલ ડિસ્ટસ્નનું પાલન ફરજિયાતપણે કરવું તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિયમ 25 નવેમ્બરથી લાગું થશે જેમાં માસ્ક ન પહેરનાર સામે કાયદેસરના પગલાં લઈ કાર્યવાહી તેમજ દંડ વસૂલ કરવામાં આવશે તેવાં હડાદ પોલીસ સ્ટેશન દ્વારા જનતાને હિતમાં રાખી યોગ્ય નિર્ણય લઈ કોરોના મહામારીથી બચવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

749 views